WAKANER:વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ યોજાશે
WAKANER:વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ યોજાશે
સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ
માનનિય જીલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી ની સુચના મુજબ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર અને સબડિસ્ટ્રીક હોસ્પીટલ વાંકાનેર ના સહયોગથી તારીખ ૩૦.૯.૨૦૨૫ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકથી બપોરના ૧૩.૦૦ કલાક સુઘી વિવિઘ પ્રકારના કેન્સર નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટ ના અનુંભવી ડોકટરો આ કેમ્પમાં સેવાઓ આપશે. આ કેમ્પ જનરલ સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે.આ કેમ્પમાં સ્ત્રીઓને લગતા સ્તન, ગર્ભાશય કેન્સરના નિષ્ણાંત અને મોઢાના કેન્સર રોગના નિષ્ણાંત ડોકટરો હાજર રહી દર્દીઓને વિના મુલ્યે તપાસ કરી આપવામાં આવશે. વાંકાનેર ની જાહેર જનતાને કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પનો લાભ લેવા સરકારી હોસ્પીટલના અધિક્ષકશ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફીસરે અપીલ કરેલ છે.