MORBI:મોરબીમાં આવતીકાલે ગુરુ નાનક જયંતીની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી
MORBI:મોરબીમાં આવતીકાલે ગુરુ નાનક જયંતીની ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી
મોરબી ખાતે શ્રી ગુરુ નાનક જયંતી નિમિતે સિંધી સમાજ દ્વારા લંગર પ્રસાદ, નગર કીર્તન સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
સર્વે સિંધી સમાજ મોરબી દ્વારા તા. ૧૫ ને શુક્રવારના રોજ શ્રી ગુરુ નાનક જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં સ્ટેશન રોડ પર આવેલ શ્રી ગુરુ નાનક દરબાર સિંધુ ભવન ખાતે સવારે ૫ થી ૬ : ૩૦ સુધી નિતનેમ, આશાદિ વાર અને કીર્તન અને અરદાસ થશે સવારે ૯ : ૩૦ કલાકે અખંડ પાઠ સાહેબની સમાપ્તિ થશે બપોરે ૧૨ : ૩૦ કલાકે લંગર પ્રસાદ રાખેલ છે સાંજે ૪ : ૩૦ કલાકે નગર કીર્તન (શોભાયાત્રા) યોજાશે જે શોભાયાત્રા શ્રી ગુરુ નાનક દરબાર સિંધુ ભવનથી પ્રસ્થાન કરી શહેરના રાજમાર્ગો પર ફરશે રાત્રે ૧૦ : ૩૦ કલાકે કથા, કીર્તન, સીમરન સાથે રાત્રે ૧-૨૦ કલાકે ફૂલોની વર્ષા કરી શ્રી ગુરુનાનક દેવજીનો જન્મ ઉત્સવ મનાવવામાં આવશે