તા. ૨૯. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાની મોટીખરજ માધ્યમિક શાળાના વિધાર્થીઓને ઓડિયો, વિડીયો, પેમ્પલેટ વગેરે દ્વારા સિકલસેલ એનીમિયાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી
પ્રધાનમંત્રીના એનીમિયા મુક્ત ભારત અભિયાન હેઠળ રાષ્ટ્રીય સિકલસેલ એનીમિયા નાબુદી મિશન ૨૦૪૭ અન્વયે માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને નોડલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આજરોજ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટીખરજની માધ્યમિક શાળા રાહડુંગરી ખાતે સિકલસેલ એનીમિયા વિષે શાળાના વિધાર્થીઓને ઓડિયો, વિડીયો, પેમ્પલેટ વગેરે દ્વારા સિકલસેલ એનીમિયાની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી અને આ બીમારીને આગળ વધતી અટકાવવા માટે શું શું પગલાં લઇ શકાય તે માટેનું આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી, RBSK ટીમ, સીએચઓ, સિકલસેલ કાઉન્સેલર, એફએચડબ્લ્યુ, એમપીએચડબ્લ્યુ, શાળાના શિક્ષકગણ અને મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓ હાજર રહ્યા હતા