GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિની ઉજવણી!

MORBI:મોરબીના રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિની ઉજવણી!
(રીપોર્ટ:- શ્રીકાંત પટેલ- વાત્સલ્ય સમાચાર મોરબી)
મોરબીનાં મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ ખાતે ગીતા જયંતિ અને માગશર સુદ અગિયારસની ઉજવણી કરાઇ હતી. ત્યારે ગીતાનો સંદેશ “સંત્કર્મ કરો તો સારૂ ભાગ્ય બનશે” તેવો મેસેજ સહુને આપવામાં આવેલ હતો. આ તકે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી હાજર રહ્યા હતા. તેમજ નાગડાવાસ ગામના રામજી મંદિર ગોપી મંડળ દ્રારા રામદેવપીર મંદિરે અનાજનો અનોખો ચોક પુરવા આવ્યો હતો. તેવી માહિતી મુકેશ ભગત દ્વારા યાદીમાં જણાવાયું છે.








