MORBI:મોરબી નાં વીસી પરા વિસ્તારમાં વાલ્મીકિ જયંતિ ની ઉજવણી
MORBI:મોરબી નાં વીસી પરા વિસ્તારમાં વાલ્મીકિ જયંતિ ની ઉજવણી
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
તારીખ .૧૭/૧૦/૨૦૨૪ ના રોજ વાલ્મીકિ જયંતિ ના પાવન અવસરે મોરબીમાં વીસી પરા વિસ્તારમાં ભીમસર મુકામે હનુમાન ચાલીસા પઠન કેન્દ્ર નો શુભારંભ પશ્ચિમ ક્ષેત્ર ના મા.સંઘચાલક ડો.જયંતિભાઈ ભાડેસિયા ના વરદ હસ્તે કરવામાં આવ્યો… આ પાવન અને દિવ્ય પ્રસંગ લાલબાગ ઉપનગર સેવાવિભાગ/સામાજિક સમરસતા મંચ દ્વારા વાલ્મીકિ સમાજ ના ભાઈઓ..બહેનો ની ઉપસ્થિતિ માં યોજાયો… આ પ્રસંગે ભાડેસિયાએ પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું,વાલ્મીકિ પૂજન કર્યું હતું અને કુમકુમ તિલક તથા ઢોલ /ત્રાંસા દ્વારા સ્વાગત કરવામાં આવેલુ… આ સુંદર કાર્યક્રમ ની સફળતા માટે લાલજીભાઈ કુનપરા,રાજુભાઈ વિરમગામા,દિનેશ ભાઈ વિડજા વિ.કાર્યકર્તા ઓ એ જહેમત ઉઠાવી હતી ..આગામી દિવસો માં આ વિસ્તાર માં એક સંસ્કાર કેન્દ્ર પણ શરૂ કરવામાં આવશે..જે અંગે લલિતભાઈ પાંડે,વસંતભાઈ આહીર,જીતુભાઈ પરમાર,બકુલ ભાઈ,મહેન્દ્રભાઈ વિ.કાર્યકર્તા ઓ કૃત નિશ્ચયી છે… આ પ્રસંગે ભીમસર ના અગ્રણીઓ મહેશભાઈ પરમાર,વિપુલભાઈ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.