MORBI:મોરબી આવાસની મેલડી મંદિર ખાતે મેલડી માતાજીના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
MORBI:મોરબી આવાસની મેલડી મંદિર ખાતે મેલડી માતાજીના જન્મોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી
મહાઆરતી,કેક કટિંગ, શણગાર,મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
(જનક રાજા દ્વારા) મોરબી : સમગ્ર રાજ્યમાં આજે કળયુગની જાગતી જ્યોત માં મેલડીના જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.જેમા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે મોરબીમાં પણ વિવિધ મેલડી માતાજીના મંદિર ખાતે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં બિરાજમાન આવાસની જાગતી જ્યોત સમા આવાસની મેલડી માતાજીના મંદિર ખાતે માં મેલડી ના જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી, કેક કટિંગ, શણગાર તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.આવાસની મેલડી માતાજીના સાનિધ્યમાં માતાજીના ઉપાસક પ્રદીપભાઈ ચાવડાની રાહદારી હેઠળ મેલડી મંડળ દ્વારા માતાજી ના જન્મોત્સવ નિમિત્તે સાંજે ૭ કલાકે માતાજીની મહાઆરતી, બાદ કુમારીકાઓના હસ્તે કેક કટિંગ, માતાજીનો શણગાર, અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એતિહાસિક પ્રસંગે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક પ્રસંગોનો લાભ લીધો હતો
આવાસની મેલડી મંડળ દ્વારા દર રવિવારે બટુક ભોજન સાથે મહાપ્રસાદ પણ યોજવામાં આવી રહ્યો છે.જેનો બહોળી સંખ્યામાં લોકો મહાપ્રસાદ લઈ રહ્યા છે.