BANASKANTHAPALANPUR

દાંતીવાડા તિરંગામય: તાલુકા પંચાયત થી કૃષિ યુનિવર્સિટીના ગેટ સુધી તિરંગાયાત્રા યોજાઈ

હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોની ઉજવણી થકી લોકો રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરી રહ્યા છે.

 (માહિતી બ્યુરો, પાલનપુર)

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અબાલવૃદ્ધ સર્વે નાગરિકો આ અભિયાનમાં કોઈને કોઈ રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે.  હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી વિવિધ કાર્યક્રમોની ઉજવણી થકી લોકો રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત કરી રહ્યા છે. બનાસકાંઠાનો  દાંતીવાડા તાલુકો પણ દેશભક્તિના રંગમાં રંગાયો છે.

જે અંતર્ગત દાંતીવાડા તાલુકા પંચાયત દ્વારા ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદારશ્રી અને અન્ય વિભાગના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ / કર્મચારીશ્રીઓ તેમજ રાજકીય આગેવાનશ્રીઓ દ્વારા તાલુકા પંચાયત કચેરીથી  કૃષિ યુનિવર્સિટીના ગેટ સુધી વિશાળ ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!