Morbi મોરબીમાં સંવિધાન સેવા મંચ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે
Morbi મોરબીમાં સંવિધાન સેવા મંચ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાશે
મોરબી: શિક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે મોરબી જિલ્લામાં એક અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ‘સંવિધાન સેવા મંચ-મોરબી’ દ્વારા જિલ્લાના અનુસૂચિત જાતિના ‘તેજસ્વી તારલાઓનો અભિવાદન સમારોહ -સ્નેહમિલન 2025’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સન્માન સમારોહ 5 ઓક્ટોબર, 2025ના રોજ રવિવારે સવારે 8:30 કલાકે લવકુશ પાર્ટી પ્લોટ, ભડીયાદ રોડ, મોરબી ખાતે યોજાશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના પરિશ્રમને બિરદાવવાનો અને તેમને વધુ પ્રગતિ કરવા માટે પ્રેરણા આપવાનો છે.જેમાં ધોરણ 6 થી 12 (70% કે તેથી વધુ) અને સ્નાતક, અનુસ્નાતક (60% કે તેથી વધુ) ગુણ સાથે પ્રથમ દ્વિતીય તૃતીય નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. તેમજ જવાહર નવોદય, જ્ઞાનસાધના, CET, NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 1, 2, 3 ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓ તેમજ રમત-ગમત અને અન્ય વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું પણ બહુમાન કરાશે. આ સાથે 1 જાન્યુઆરી, 2025થી નવનિયુક્ત સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ તારીખ 15 સપ્ટેમ્બર, 2025 સાંજે 5 વાગ્યા સુધીમાં માર્કશીટ મોકલવાની રહેશે. વિદ્યાર્થીઓએ તેમના વર્ષ 2025ના પરિણામની ઓરિજિનલ PDF, નામ, ધોરણ, સરનામું અને મોબાઈલ નંબર સાથે મોબાઈલ નંબર 9512140491 પર વોટ્સએપ કરવાના રહેશે. તેમજ આ કાર્યક્રમ મોરબી જિલ્લા પૂરતો મર્યાદિત હોવાથી અન્ય જિલ્લાના પ્રમાણપત્રો સ્વીકારવામાં આવશે નહીં.તેમજ કાર્યક્રમના અંતે સામૂહિક ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયુ છે.