MORBIMORBI CITY / TALUKO
CGIFના ગ્લોબલ યુથ પ્રેસિડન્ટ શ્રી કેતન ગઢવી મોરબી ચારણ સમાજની શુભેચ્છા મુલાકાતે!

(શ્રીકાંત પટેલ દ્વારા વાત્સલ્ય સમાચાર મોરબી )
ચારણ ગઢવી ઈન્ટરનેશનલ ફાન્ડેશન જે ચારણ ગઢવી સમાજનુ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. આ સંસ્થાના યુથ ગ્લોબલ પ્રેસિડન્ટ શ્રી કેતન ગઢવી કે જેઓ ચારણ સમાજના યુવા કાર્યકર અને સમાજ સેવક છે. જે આજ રોજ મોરબી ચારણ સમાજની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. CGIF મોરબી ટીમના અધ્યક્ષ શ્રી કુલદિપદાન ગઢવી, યુથ અધ્યક્ષ શ્રી હરદેવદાન ગઢવી દ્વારા તેમનુ ઉષ્માભર્યું અભિવાદન કરવામા આવ્યુ. આ તકે શ્રી કેતન ગઢવીએ ચારણ સમાજ ના વિકાસ અને ઉત્થાન અંગે ચર્ચા વિચારણા રજુ કરી, આગામી સમયમા “ચારણ ગાથા” પ્રોજેકટ અંગે માહીતી આપી. શ્રી કેતન ગઢવીને આવકાર મોરબી ચારણ સમાજના અગ્રણીઓ ડૉ.કિશોરદાન ગઢવી, શ્રી પ્રભાતદાન મિસણ, શ્રી ઉદયભા રતન, શ્રી જયદિપ મિસણ, શ્રી કુલદિપદાન ગઢવી સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા.











