GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત ૯ ફેબ્રુઆરી સુધી સર્વેક્ષણની કામગીરી હાથ ધરાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) ૨.૦ (PMAY-G 2.0) અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા તથા  કાચા આવાસ ધરાવતા તમામ પરિવારોને પોતાનું પાકું આવાસ પ્રાપ્ત થઈ રહે તે માટે ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી ઓનલાઈન સર્વેક્ષણની કામગીરી શરૂ કરવામાં આવી છે .
નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા, કાચા આવાસ ધરાવતા ગ્રામજનો /અરજદારોએ ઓનલાઈન સર્વે દરમિયાન અરજદારોના પરિવારના તમામ સભ્યોના મોબાઈલ નંબર લીંક સાથેના આધાર કાર્ડ , અરજદારની KYC અપડેટ કરેલ બેંક પાસબુક , અરજદારનું રેશનકાર્ડ , જોબકાર્ડ , અરજદારના જમીન માલિકી અંગેના પુરાવા તથા મોબાઈલ નંબર સહિતના આધાર પુરાવા અને માહિતી  જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નિયુક્ત થયેલા અધિકૃત સર્વેયરોને ઓનલાઈન સર્વેક્ષણ ની કામગીરી માટે ફરજીયાત આપવના રહેશે આ અંગેની વધુ માહિતી માટે અરજદારોએ હેલ્પલાઈન નંબર: ૯૭૨૭૫૫૦૧૩૦ પર સંપર્ક કરવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે

Back to top button
error: Content is protected !!