GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીનું ગૌરવ ચેતન ફેફર ફરી હિન્દી ફિલ્મ જગતમાં છવાયા

 

MORBI:મોરબીનું ગૌરવ ચેતન ફેફર ફરી હિન્દી ફિલ્મ જગતમાં છવાયા

 

 

હિન્દી ફિલ્મ સંગીત જગતમાં પોતાના મીઠા અને ભાવસભર અવાજથી સતત લોકચાહના મેળવનારા મોરબીના ગૌરવ – ચેતન ફેફર ફીચર ફિલ્મ ‘रजनी की बारात’ ના પ્લેબેક સિંગિંગ માટે ફરી એક વખત વિશેષ ચર્ચામાં છે. ફિલ્મમાં તેમની ગાયકી માત્ર ગીત પૂરતી નથી રહેતી, પરંતુ સમગ્ર ફિલ્મની ભાવનાત્મક ધાડને જીવંત કરે છે.

ફિલ્મનું સંગીત જાણીતા સંગીતકારો બાપી ભટ્ટાચાર્ય અને આદ્રિજો ભટ્ટાચાર્ય દ્વારા રચાયું છે, જેમાં ચેતન ફેફરની મીઠી, અભિવ્યક્તિસભર અને ઝકઝકતી ગાયકી ખાસ ચમકે છે. ફિલ્મનું દિગ્દર્શન પ્રતિભાશાળી આદિત્ય અમને કર્યું છે.

‘रजनी की बारात’ એક એવી યુવતીની હદયસ્પર્શી કહાની રજૂ કરે છે, જે પોતાના પ્રેમને બચાવવા તમામ અવરોધો સામે સાહસિક રીતે લડે છે—જ્યારે તેના બોયફ્રેન્ડના અહંકારી અને હિંસક પોલીસકર્મી પિતાએ તેની શાદી અન્યત્ર નક્કી કરી દીધી હોય. આ ભાવનાત્મક સફરમાં ચેતન ફેફરનો અવાજ દરેક સીનની અસરને વધુ ઊંડો અને પ્રભાવશાળી બનાવે છે.

ફિલ્મમાં લોકપ્રિય અભિનેત્રી સુનીતા રાજવાર (Panchayat fame) અને અનુભવી ઝરીના વહાબનું શક્તિશાળી અભિનય ફિલ્મને વધુ મજબૂત બનાવે છે. ફિલ્મનું પ્રીમિયર પ્રતિષ્ઠિત જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું અને થિયેટરોમાં પણ તેને સરસ પ્રતિસાદ મળ્યો હતો. હવે ફિલ્મ ટૂંક સમયમાં વિવિધ OTT પ્લેટફોર્મ્સ પર રિલીઝ થવા જઈ રહી છે.

મોરબીના ચેતન ફેફર માટે આ પ્રોજેક્ટ તેમની સંગીતયાત્રાનો એક વધુ તેજસ્વી માઈલસ્ટોન સાબિત થઈ રહ્યો છે અને તેમની વધતી લોકપ્રિયતા સંગીત જગતમાં તેમની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે.

અભિનંદન સંદેશ -આ સફળતા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ શ્રી પી.ડી. કાંજિયા સાહેબે ચેતન ફેફરને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેઓએ જણાવ્યું કે મોરબીના યુવાનો રાષ્ટ્રીય સ્તરે પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરે છે તે સમગ્ર જિલ્લાનો ગૌરવ છે.ચેતનની આ સિદ્ધિ અનેક યુવા કલાકારો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે.

Back to top button
error: Content is protected !!