MORBI:પ્રજાપતિ સમાજના બાળ કલાકારો જીલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પ્રથમ.
MORBI:પ્રજાપતિ સમાજના બાળ કલાકારો જીલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં પ્રથમ.
ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશ્નર શ્રી યુવા સેવા સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજીત જીલ્લા યુવા વિકાસ અધિકારી જીલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી મોરબી સંચાલિત મોરબી જીલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા ૨૦૨૪ /૨૫ ગત ૧૮ ઓગસ્ટના રોજ મોરબીની સાર્થક વિદ્યામંદિર મુકામે યોજાઈ હતી જેમાં નિર્મલ વિદ્યાલયમાં અભ્યાસ કરતા બાળ કલાકાર પ્રણવ દીપકભાઈ બરાસરા એ દુહા -છન્દ -ચોપાઈ સ્પર્ધામાં પ્રથમ,જયારે સાર્થક વિદ્યા મંદિરમાં ધોરણ ૪ માં અભ્યાસ કરતા મહેન્દ્ર અશ્વિનભાઇ બરાસરા એ લોકવાદ્ય -અ વિભાગમાં પ્રથમ નંબર મેળવીને સમસ્ત પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારેલ છે.
બંને બાળ કલાકારો આગામી પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.