TANKARA:ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ના બાળકો જિલ્લા કક્ષાના એથ્લેટિક રમતોત્સવમાં ઝળક્યા.
TANKARA:ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળા ના બાળકો જિલ્લા કક્ષાના એથ્લેટિક રમતોત્સવમાં ઝળક્યા.
ટંકારા તાલુકાની મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના બાળકો દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લા કક્ષાએ શાળાકીય રમતોત્સવ SGFI એથ્લેટીક રમતમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવ્યું છે.જેમાં બહેનોમાં સિંગાડ પિન્કી 100 મીટર દોડમાં પ્રથમ નંબર અને લાંબીકૂદ માં દ્વિતીય, નાયકા રીના ચક્ર ફેકમાં દ્વિતીય, ઝાલા અંજનાબા લાંબીકુદમાં તૃતીય તથા ભાઈઓમાં ભુરીયા રાહુલ ચક્રફેંક માં પ્રથમ તથા 400 મીટર દોડ માં દ્વિતીય, ડામોર ઈતન એ 800 મીટર દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. શાળાના શિક્ષક તથા રમતગમત કોચ ખટાણા મનસુખભાઈએ આ બાળકોને ખૂબ મહેનત કરાવી છે. આ શ્રેષ્ઠ પ્રદર્શન બદલ શાળાના આચાર્ય જાનકીબેન અગ્રાવત બાળકોને બીરદાવે છે.તથા શાળા પરિવાર તેમજ SMC અને ગ્રામજનો બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા રાજ્યકક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવે છે.