INTERNATIONAL

ઓમાન નજીક સમુદ્રમાં જહાજ ડૂબ્યું, 13 ભારતીયો સહિત 16 ક્રૂ મેમ્બરનો નથી કોઈ પત્તો

ઓમાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ યમન તરફ જઈ રહેલું એક ઓઈલ ટેન્કર જહાજ દરિયામાં ડૂબી ગયું છે. ઓમાનના મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર, આ ઓઈલ જહાજ  ટેન્કરનું નામ પ્રેસ્ટિજ ફાલ્કન હોવાનું  સામે આવ્યું છે, જેના પર સવાર 16 ક્રૂ મેમ્બરનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી. આ ઓઈલ જહાજ પર સવાર 16 ક્રૂ મેમ્બર્સમાંથી 13 ભારતીય નાગરિકો છે અને ત્રણ શ્રીલંકાના નાગરિક હોવાનું કહેવાય છે, પરંતુ તેઓ ક્યાં અને કઈ સ્થિતિમાં છે તેની કોઈ જાણકારી નથી.

ઓમાનના મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરના જણાવ્યા અનુસાર આ ઓઈલ જહાજ પૂર્વ આફ્રિકન દેશ કોમોરોસનો ધ્વજ લઈને જઈ રહ્યો હતો. મંગળવારે, આ ઓઇલ ટેન્કર ઓમાનના મુખ્ય ઔદ્યોગિક દુકમ બંદર નજીક ડૂબી ગયું હતું અને ક્રૂ મેમ્બરનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.

મળતા અહેવાલ પ્રમાણે આ ઓઈલ જહાજ યમન તરફ જઈ રહ્યું હતું, ત્યારે તે દુકમ બંદર પાસે પલટી ગયું.જહાજ પલટી જવાની માહિતી મળતાની સાથે જ સ્થાનિક અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી, પરંતુ તાજેતરની માહિતી અનુસાર જહાજ માં સવાર લોકો વિશે કંઈ જ જાણવા મળ્યું નથી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જે જહાજ  ડૂબી ગયું છે તે લગભગ 117 મીટર લાંબુ છે અને તેને વર્ષ 2017માં બનાવવામાં આવ્યું હતું.

મેરીટાઈમ સેફ્ટી સેન્ટરે ટ્વીટ કરીને માહિતી આપી છે કે કોમોરોસ ફ્લેગવાળું ઓઈલ જહાજ  રાસ મદારકાહથી 25NM દક્ષિણ પૂર્વમાં ડૂબી ગયું છે. તેની તપાસ અને રાહત બચાવ માટે જરૂરી માર્ગદર્શિકા મુજબ તપાસની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!