MORBIMORBI CITY / TALUKO
ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં PMSHRI માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ રમતોની મજા માણી.

મોરબી,ભણશે ગુજરાત, રમશે ગુજરાત અંતર્ગત બાળકોને આજના યુગમાં ભણવું તો ગમતું હોય છે સાથે રમવું પણ ખૂબ ગમતું હોય છે,ભણે તે સૌને ગમે એમ રમે તે પણ સૌને ગમે,વિદ્યાર્થીઓ સશક્ત બને, મજબુત બને, નિયમો સાથે રમતો રમે એ અન્વયે ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત જુનીયર ટાઈટન દ્વારા યોજાયેલા રમતોત્સવમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ રાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે ઓમ શાંતિ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ ખાતે બાસ્કેટ બોલ, બોક્સ ક્રિકેટ, ફૂટબોલ વગેરે રમતોમાં ભાગ લઈ ખુબજ મજા માણી હતી.રમતના કોચ દ્વારા ગુજરાત ટાઈટન ટીમને લાગુ પડતા પ્રશ્નો પૂછ્યા હતા અને બાળાઓએ યોગ્ય અને ઉચિત ઉત્તરો આપ્યા હતા, ગુજરાત ટાઈટન તરફથી તમામ બાળાઓને ટીશર્ટ અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા.









