GUJARATMORBI

નૅશનલ કક્ષાની કરાટે સ્પર્ધામાં મોરબી જિલ્લાના વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલના બાળકો વિજેતા બન્યા. 

નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં સંસ્કૃતિએ પ્રથમ નમ્બર મેળવ્યો

 

  તાજેતરમાં મે 2024 ના રોજ  અમદાવાદ મુકામે ગુજરાત વાડોકાઈ કરાટે  એસોસિએશન  દ્વારા અમદાવાદ મુકામે નેશનલ કરાટે ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભારતના અનેક રાજ્યો જેવાકે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આસામ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ વગેરેમાંથી

 

 

અંદાજે 400 થી 450 વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ હતો. જેમાં વિનય ઈન્ટરનૅશનલ  સ્કૂલ મોરબીના વિદ્યાર્થીઓ ગોહિલ સંસ્કૃતિ તથા પંડિત કલ્પે પણ ભાગ લીધો હતો. સંસ્કૃતિએ કરાટે માં – 1 (પહેલો ) તથા  પંડિત કલ્પે  2 (બીજો) નંબર પ્રાપ્ત કરીને પોતાના માતા પિતા, વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલ તથા મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

બંને બાળકોએ મેળવેલ આ સિદ્ધિ બદલ વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલના ચેરમેન શ્રી અશોક સર, પ્રિન્સિપાલ શ્રી પ્રમોદ સર, સિનિયર કૉ. સંદીપ સર, કોચ શ્રી ગોપાલ સર, કુમાર સર તથા વિનય ઈન્ટરનૅશનલ સ્કૂલના તમામ   શિક્ષકગણ આ બંને બાળકોને અંતરના આશીર્વાદ સાથે અભિનંદન પાઠવે છે.

Back to top button
error: Content is protected !!