Morbi:મોરબી જિલ્લામાં ૬ થી૧૪ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાશે
Morbi:મોરબી જિલ્લામાં ૬ થી૧૪ વર્ષના બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપ યોજાશે
વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છુકોએ ૫ ઓક્ટોબર સુધીમાં નિયત નમુનામાં આધારકાર્ડ સાથે અરજી કરવાની રહેશે
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી, અમદાવાદ દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન થનાર છે. જે અંતર્ગત ઈચ્છુક ૬ થી૧૪ વર્ષના બાળકો તા.૦૫/૧૦/૨૦૨૪ સુધી નિયત નમુનામાં અરજી આધારકાર્ડ સાથે મોરબીની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૨૫૭/૨૩૬, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ ખાતે મોકલી આપવાની રહેશે. આ ફોર્મ કચેરી સમય દરમિયાન તથા કચેરીના કામકાજના દિવસો દરમિયાન સ્વીકારવામાં આવશે. અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેવું મોરબી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.