GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:સરકારી જમીનોમાં થયેલા ગેરકાયદે બાંધકામો સામે કાયદેસરના પગલા કયારે લેવાશે? પુછાયો સવાલ!

 

MORBI:સરકારી જમીનોમાં થયેલા ગેરકાયદે બાંધકામો સામે કાયદેસરના પગલા કયારે લેવાશે?
પુછાયો સવાલ!

 

 

રીપોર્ટ:- શ્રીકાંત પટેલ-મોરબી

મોરબી શહેર ને કોર્પોરેશન જાહેર કર્યાં પછી મોરબી નાં નવા કમીશનર દ્વારા જુદા જુદા રોડ પર થયેલા દબાણો દુર કરવાની કામગીરી દર અઠવાડિયે દર બુધવારે થઇ રહી છે. જે કાર્ય ખુબજ સરાહનીય છે. આવું થવું ખુબ જ જરૂરી હતું જે થઇ રહ્યું છે. પરંતુ તેમાં પણ અમુક બાંધકામોને બાકાત રાખવામાં આવે છે તેવા આક્ષેપો ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરીએ કર્યા હતા. આ ઉપરાંત તંત્ર પર સવાલ કર્યાં હતા કે મોરબીમાં ઘણી જગ્યાએ સરકરી જમીનો પર પણ ગેરકાયદેસર બાંધકામો થયેલ છે. જેવા કે સિંચાઈ ખાતા ની જમીન ઉપર, માર્ગ અને મકાન (PWD) સ્ટેટ અને પંચાયત ખાતાની જમીન ઉપર, નેશનલ હાઇવે ની જમીન ઉપર , રેવેન્યુ ખાતા ની જમીન ઉપર, પરંતુ આ લોકો સામે કોઈ અગમ્ય કારણોસર કોઈ કાર્યવાહી થતી નથી શા માટે? શું? સિંચાઈ ખાતાના અધિકારો ને કોઈ નું દબાણ છે? કે તેઓના હાથ ખરડાયેલા છે? શું? P.W.D. . ખાતા ના અધિકારી પર પણ કોઈ નું દબાણ છે.? કે તેઓ ને પણ પ્રસાદ મળે છે? આવું જ રેવન્યુ ખાતાનું પણ છે. આવી બાબતે કોઈ એક્શન કેમ નથી લેવાતા ?
ઘણી જગ્યોઓ એ લેન્ડ ગ્રેબિંગ ના કેસો થતા હોય છે. પરંતુ આવા લોકો સામે લેન્ડ ગ્રેબિંગ ના કેશો શા માટે નથી થતા? કલેકટર શું કરે છે? શા માટે તેઓ કોઈ એક્શન લેતા નથી? તેઓ ચુપ કેમ છે? શું આવી આ રીતે મોરબી નો વિકાસ થશે? શું મોરબીમા માથા ભારે તત્વો નું રાજ ચાલે છે? કે જેથી અધિકારી ઓ ચુપ છે. ?તો અમારી માંગણી છે કે આવા બાંધકામ ની વહેલા માં વેહલી તપાસ કરી તેઓ નું ડીમોલીશન કરવામાં આવે.


શું તંત્ર સરકારી જમીન પર બાંધકામ થઇ જાય અને તેનું વેચાણ પણ થઇ જય તો પણ અજાણ કેવી રીતે હોય શકે? અમુક જગ્યાઓ એ તો આવા બાંધકામનું વેચાણ નહીં થતા ભાડે આપવામાં આવેલ છે. તેવું લોકો કહી રહ્યા છે. તો આ બાબતે મોરબીનાં સ્થાનિક લગત દરેક અધિકારીઓને આપ દ્વારા આદેશ કરવામાં આવે કે આવા બાંધકામો સામે તાત્કાલિક ડીમોલીશનની કામગીરી કરવામાં આવે અને સરકારી જમીનો ખાલી કરવવામાં આવે. જો આવું નહી થાય તો સ્થાનિક લોકો ના છુટકે અંદોલન ના માર્ગે જશે તેવી ચીમકી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશન નાં જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ આપી હતી.

Back to top button
error: Content is protected !!