
તા.૧૨.૦૬.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર

Dahod:દાહોદ સબ જેલ, ડોકી ખાતે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો જેલ સ્ટાફના ૧૫ કર્મચારીઓ અને તેમના ફેમિલી સભ્યો સહિત આશરે ૨૦૦ જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધો
દાહોદ સબ જેલ ડોકી ખાતે પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરીના વડા ડૉ.કે.એલ.રાવ, અશ્વિન ચૌહાણ તથા અધિક્ષક એમ.એલ.ગમારાનાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદયકુમાર ટીલાવત, સી.ડી.એમ.ઓ. ડૉ.ગુલાબ રામચંદાની, ડી.ટી.એચ.ઓ. ડૉ.આર.ડી.પહાડીયા અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ભગીરથ બામણીયાના સહયોગ થકી ડોકી સબ જેલ ખાતે જેલ સ્ટાફ અને બંદીવાનોને C.P.R. ની ટ્રેનીંગ આપવામાં આવી હતી તે દરમ્યાન સી.પી.આર.માં જયારે કોઈ મેડીકલ સ્ટાફ કે ડૉકટર હાજર ન હોય તે સમયે કોઈ પણ વ્યકતિ બેભાન થઈ જાય ત્યારે બેભાન થનાર વ્યક્તિના હૃદયની બાજુમા આશરે ૧૦૦ થી ૧૨૦ વાર સી.પી.આર. આપવુ અને આ ક્રિયા વખતે બેભાન થનાર વ્યક્તિનુ નામ કે અન્ય નામથી બોલાવવુ અને ૧૦૮ ને ફોન કરી જાણ કરવા સહિતની જાણકારી આપવામાં આવી હતી.આઈ.સી.યુ. દ્વારા ૧૦૮ મંગાવવી અને વધારે જરુર પડે તો બેભાન થનાર વ્યક્તિના મોઢામા કઈ પણ હોય તે બહાર કાઢી મોઢા પર રૂમાલ રાખી કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવ જેવી અતિ મહત્વની માહિતી આપવામાં આવેલ હતી. સર્વે રોગોના ડૉકટરઓ તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના સર્વે સ્ટાફ દ્વારા જેલમાં રહેલ કેદી ભાઈ-બહેનોને સારવાર અને અને H.I.V., એચ.બી.એસ.એ.જી., T.B., લેપ્રસી, સિકલસેલ, ડાયાબિટીસ, સીફીલીશ જેવા ટેસ્ટ કરવામાં આવ્યા હતા આવેલ તમામનું બ્લડ પ્રેશર માપવામાં આવ્યું હતું. જેમાં જેલ સ્ટાફના ૧૫ કર્મચારીઓ અને તેમના ફેમેલી સભ્યો અને આશરે ૨૦૦ જેટલા કેદીઓએ કેમ્પમાં ભાગ લીધેલ હતો. આ કેમ્પમાં આરોગ્ય શાખાનો મેડિકલ સ્ટાફ હાજર રહ્યો હતો




