LIMBADISURENDRANAGAR

લીંબડીના ભલગામડા ખાતે બીમાર પોલીસ કર્મચારીને જીલ્લા પોલીસ પરિવાર દ્વારા 4 લાખની રકમ જીલ્લા પોલીસ વડાએ અર્પણ કરી.

તા.08/07/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા ભીખાભાઇ માનસંગભાઇ જાબુંકીયા નાઓ સામાન્ય પરિવારમાંથી આવતા હોય તેઓને ન્યુમોનીયા તાવની બીમારી થતા ડોકટર પાસે સારવાર લીધેલ પરંતુ સારવાર કારગત નહીં નિવડતા તેઓની બંને કીડની ફેઇલ થઇ જતા પોલીસ કર્મચારી તથા પરિવાર ઉપર વજ્રધાત થયેલ જે હકીકત સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશકુમાર દુધાત સાહેબના ધ્યાને આવતા પરિવારના મોભી તરીકે પરીવારના સભ્ય એવા પોલીસ કર્મચારીની સારવાર કરનાર હોસ્પિટલ સાથે તાત્કાલીક સંકલન કરી ઝડપી અને સારી સારવાર અપાવવા કાર્યવાહી હાથ ધરેલ તેમજ પોલીસ કર્મચારીને આર્થિક મદદ કરવા માટે સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિકારીઓ કર્મચારીઓને હાંકલ કરવામાં આવેલ જે અન્વયે પોલીસ વડા હરેશકુમાર દુધાત સાહેબ તથા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા કુલ રૂ.૪,૦૧,૦૦૦ ની માતબર રકમનો સ્વૈચ્છિક ફાળો એકત્ર કરવામાં આવેલ છે ત્યારે પોલીસ વડા હરેશકુમાર દુધાત સાહેબ દ્વારા લીંબડી વિધાનસભાના ધારાસભ્ય કીરીટસિંહ રાણા, તથા એલસીબી પીઆઇ વી.વી.ત્રિવેદી તથા લીંબડી સર્કલ પીઆઇ એમ.એચ.પુવાર તથા ચુડા પીએસઆઇ ટી.જે.ગોહિલ નાઓ સાથે લોકરક્ષક ભીખાભાઇ માનસંગભાઇ જાબુંકીયા તથા તેમના પરિવારની તેઓના વતન લીંબડી તાલુકાના ભલગામડા ગામે રૂબરૂ જઇ મુલાકાત લઇ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ કોઇપણ મુશ્કેલીમાં હર હમેંશ જીલ્લાના દરેક પોલીસ કર્મચારી તથા તેના પરીવાર સાથે છે અને પોલીસ પરિવાર પ્રત્યેના પ્રેમ અને લાગણીની અભિવ્યક્તિના ભાગરૂપે, ફુલ નહીં તો ફુલની પાંખડી રૂપે કુલ રૂ.૪,૦૧,૦૦૦ ની આર્થિક સહાય પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાત સાહેબના હસ્તે લોકરક્ષક ભીખાભાઇ માનસંગભાઇ જાબુંકીયાને સુપરત કરવામા આવતા લોકરક્ષક ભીખાભાઇ તથા તેમના પરિવાર દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ હમેંશા તેઓની સાથે ઉભી રહેલ છે, ઉભી રહેશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરી પરિવારના મોભી એવા પોલીસ અધિક્ષક હરેશકુમાર દુધાત સાહેબ તથા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસનો આભાર માનેલ છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!