GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
HALVAD-:હળવદના ટીકર ગામ નજીકથી ઠંડો આથો અને દેશી દારૂનો જથ્થો મળી આવ્યો

HALVAD-:હળવદના ટીકર ગામ નજીકથી ઠંડો આથો અને દેશી દારૂનો જથ્થો મળી આવ્યો
હળવદ પોલીસને બાતમી મળી હતી કે જુના ઘાટીલા ગામ તા.માળીયા(મી)નો મિલનભાઈ છનુરા હળવદના ટીકર અને નવા ઘાટીલા વચ્ચે આવેલ વખીયાસરૂ જંગલ વિસ્તારમાં દેશી દારૂ નો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોય જે મળેલ બાતમીને આધારે ઉપરોક્ત સ્થળે હળવદ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ૧ હજાર લીટર ઠંડો આથો અને ૧૫૦ લીટર તૈયાર દેશી દારૂનો જથ્થો કુલ કિ.રૂ.૫૫,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે આરોપી મીલનભાઇ જાદવજીભાઇ છનુરા રહે.જુના ઘાંટીલા તા.માળીયા(મી) વાળો રેઇડ દરમિયાન હાજર મળી નહિ આવતા તેને ફરાર જાહેર કરી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






