GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટના કાર્યક્રમમાં ગેરહાજર છ અધિકારીઓને કલેકટર કે.બી.ઝવેરી દ્વારા નોટિસ પાઠવાઇ

MORBI:મોરબીમાં જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટના કાર્યક્રમમાં ગેરહાજર છ અધિકારીઓને કલેકટર કે.બી.ઝવેરી દ્વારા નોટિસ પાઠવાઇ

 

 

મોરબી જિલ્લા કક્ષાના ૧૫ ઓગસ્ટ ૨૦૨૪ ના કાર્યક્રમમાં મોરબીમાં સમાવિષ્ટ તમામ કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રીને કાર્યક્રમમાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં જિલ્લાના (૧)જિલ્લા રજીસ્ટારશ્રી મોરબી, (૨) કાર્યપાલક ઈજનેરશ્રી સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૬/૧, મોરબી, (૩) કાર્યપાલક ઇજનેર શ્રી સૌરાષ્ટ્ર શાખા નહેર, ડિવિઝન ૫/૨ ધ્રાંગધ્રા કેનાલ, મોરબી, (૪) કાર્યપાલ ઇજનેરશ્રી સિંચાઈ (સ્ટેટ), મોરબી, (૫) બંદર અધિકારીશ્રી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ મોરબી, (૬) મત્સ્યોદ્યોગ અધિકારી શ્રી,મોરબી કાર્યક્રમમાં ગેરહાજર રહેતા તેઓને જિલ્લા કલેકટરશ્રી કે.બી.ઝવેરી દ્વારા નોટિસ આપી કયા કારણોસર જાણ કર્યા વગર ગેરહાજર રહયા છે તેનો ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેમ જિલ્લા વહિવટી તંત્રની યાદીમાં જણાવાયુ છે.

Back to top button
error: Content is protected !!