HALVAD:હળવદ ના ચરાડવા ગામના બસ સ્ટેશન નજીક ગૌરક્ષકો દ્વારા બે અબોલ જીવોને કતલખાને લઈ જતા બચાવી લેવામાં આવ્યા: એક મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાઈ.
HALVAD:હળવદ ના ચરાડવા ગામના બસ સ્ટેશન નજીક ગૌરક્ષકો દ્વારા બે અબોલ જીવોને કતલખાને લઈ જતા બચાવી લેવામાં આવ્યા: એક મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાઈ.
હળવદ તાલુકાના ચરાડવા ગામના બસ સ્ટેશન નજીક ગૌરક્ષકો દ્વારા બે અબોલ જીવોને કતલખાને લઈ જતા બચાવી લેવામાં આવ્યા છે, જેમાં સીએનજી રીક્ષામાં બે પશુ(પાડા)ને એકદમ ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જતા એક મહિલા સહિત બે આરોપીઓન પકડી હળવદ પોલીસ ને સોપવામાં આવ્યા..
હળવાદમાં શિવ બંગલો સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ ચંદુભાઇ ઠકકર ઉવ-૪૭ એ હળવદ પોલીસ મથકમાં આરોપી જયેશભાઇ બચુભાઇ સલાટ ઉ.વ-૪૦ રહે-હાલ સુંદરગઢ રોડના કાઠા ઉપર તા-હળવદ મુળરહે-કવાડીયા તા-હળવદ તથા મહિલા આરોપી હસીબેન રૂપાભાઇ સલાટ ઉવ-૪૦ રહે-કડીયાણા તા-હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈકાલ તા.૨૭/૦૩ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ બંને આરોપીઓએ આરોપીઓએ પોતાના કબજા ભોગવટા વાળી સી.એન.જી.રીક્ષા રજી.નં. જીજે-૩૬-ડબલ્યુ-૭૧૭૪ વાળીમા ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર પુરાવા વગર ભેસ પાડા જીવ નંગ-૨ને દોરડા વડે બાંધી ક્રુરતાપુર્વક ભરી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વગર લઇ કતલખાને લઈ જતા હોય, ત્યારે બંને ઇસમોને ચરાડવા બસ સ્ટેશન નજીકથી પકડી લઈ હળવદ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હળવદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી