MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના ઓટાળા ગામે થયેલ એટ્રોસિટી કેસ અંગે ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર

TANKARA:ટંકારાના ઓટાળા ગામે થયેલ એટ્રોસિટી કેસ અંગે ગ્રામજનો દ્વારા કલેકટરને આવેદનપત્ર

 

Oplus_131072

ટંકારા તાલુકાના ઓટાળા ગામના રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને ગામના સરપંચ વિરૂદ્ધ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં ગામના સરપંચ દ્વારા એટ્રોસીટી હેઠળ ખોટી ફરિયાદો કરી હેરાન કરવામાં આવી રહયાં છે તેવી ફરિયાદ કરવામાં આવી છે. તેમજ ગામના સરપંચ દ્વારા અલ્પેશભાઈ સામે કરવામાં આવેલ એટ્રોસીટીની ખોટી રીતે ફરિયાદ કરી છે અને પટેલ સમાજના લોકોને એટ્રોસીટી કેસમાં ફીટ કરવાની ધમકીઓ આપી ડરાવવામાં આવી રહયા છે તેવા આવેદન સાથે ખોટી ફરિયાદ સામે રક્ષણ અને અલ્પેશભાઈ સામે થયેલ એટ્રોસીટીની અરજી રદ કરવા રજૂઆત કરવામાં આવી છે

Oplus_131072

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે, ઓટાળા ગામના રહીશ અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા સામે ગામના સરપંચ સુરેશભાઈ નથુભાઈ પરમારે કેટલા એટ્રોસિટીના કેસ અંગે આજે ગ્રામજનોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપીને અલ્પેશભાઈ ઘોડાસરા સામે થયેલો એટ્રોસિટીનો કેસ ખોટો હોય તે અંગે તટસ્થ તપાસ કરી બી સમરી ભરવા તથા અરજી રદ કરી ન્યાય અપાવવા રજૂઆત કરી છે. મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા કલેકટર આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

Back to top button
error: Content is protected !!