વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ – સાપુતારા રોડ પર બોટનિકલ ગાર્ડનની આગળ એક અજાણ્યા ફોર વ્હીલ ચાલકે મોટરસાયકલને ટક્કર મારી દેતા અક્સ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં મોટરસાયકલ ચાલકને શરીરે તથા માથાને ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યુ હતુ.વઘઈ તાલુકાના આમસરવળન ગામના જગદીશભાઈ જીવાભાઈ લોખંડીયા તેના સાળાની મોટર સાયકલ રજી.નં. GJ-30-E-5126 પર સવાર થઈને વઘઈ ખાતે પૈસા ઉપાડવા આવેલ હતા.અને પૈસા ઉપાડી સાકરપાતળ ખાતે તેમની પત્નીની બહેન જે દવાખાને સારવાર અર્થે દાખલ હોય જેઓની ખબર લેવા માટે જતો હતો. તે દરમ્યાન વઘઈ સાપુતારા રોડ ઉપર બોટનિકલ ગાર્ડનથી આગળ જતા સામેથી એક મારૂતિ કંપનીની ફ્રોન્સ ફોરવ્હીલ ગાડી રજી નં. GJ-15-CQ-0791નાં ચાલકે સાપુતારા તરફથી પોતાની લાઈન છોડી પોતાની ફોરવ્હીલ ગાડી પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતા ચાલકે પોતાનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી તેની સાઈડ છોડી રોંગ સાઈડે ચલાવી લાવી સામેથી આવી રહેલ મોટરસાઈકલને અડફેટમાં લઈ લેતા ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં મોટરસાયકલ ચાલક જગદીશભાઈ લોખંડિયાને માથાના પાછળના ભાગે તથા શરીરે નાની મોટી ઇજા પહોંચતા તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ.આ અકસ્માતને પગલે વઘઈ પોલીસે અક્સ્માત અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..