MORBI:મોરબીના વિનય ઇન્ટર નેશનલ સ્કૂલના માલિકો દ્વારા દબાણ કરતા જમીન માલિકે લેન્ડ ગ્રેબિગ હેઠળ નોધાવી ફરિયાદ
MORBI:મોરબીના વિનય ઇન્ટર નેશનલ સ્કૂલના માલિકો દ્વારા દબાણ કરતા જમીન માલિકે લેન્ડ ગ્રેબિગ હેઠળ નોધાવી ફરીયાદ
મોરબી તાલુકાના ધુનડા ગામના સર્વે નં. 299 ની ખેતીની જમીન પર વિનય સ્કૂલનાં માલિકો દ્વારા ગેરકાયદેસર કબ્જો કરી જમીનમાં પાયા નાખી ગેર કાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. જેને લઇને જમીન માલિક પ્રવીણભાઈ માવજીભાઈ કાજીયા દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરના લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના ધુનડા ગામના સર્વેનં. 299 ની જમીનના માલિક પ્રવિણભાઈ માવજીભાઈ કાજીયાએ જીલ્લા કલેક્ટરમાં લેખીત ફરીયાદ લેન્ડ ગ્રે એક્ટ હેઠળ કરી છે. જેમાં પ્રવિણભાઈના જમીનના સર્વે નં.299 ની જમીનમાં હેકટર ચો.મી.0-79-93 ની લગોલગ આવેલ વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનાં તમામ માલિકો દ્વારા ફરિયાદીની માલિકીની જમીનમાં પાયા નાખી અનઅધિકૃત રીતે કરી નાખ્યું છે. તે ઉપરાંત ફરિયાદીની માલિકીની ખરાબાની જમીનમાં પણ ગેરકાયદેસરના બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે. જમીનમાં માલિક દ્વારા અનેક વખત રજૂઆત કરી હોવા છતાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનાં માલિકો દ્વારા કોઈ નક્કર ઉકેલ નહિ લાવતા જમીન માલિક પ્રવીણભાઈ કાંજીયા દ્વારા વિનય ઇન્ટરનેશનલ સ્કૂલનાં ભાગીદારો સામે તા. 06/02/2024 ના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ -2020 હેઠળ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. તેમ છતાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો જમીન માલિક દ્વારા કોર્ટમાં જવા માટેની પણ તૈયારી દેખાડવામાં આવી છે….
અને આમ તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ એ જનતા ની સવલત માટે તેમજ ગેરકાયદેસર દબાણ કરતા શખ્સોને કાયદાનું ભાન કરાવવા માટે નો છે. પરંતુ જિલ્લામાં હાલ એવો માહોલ બની ગયો છે કે દબાણ કરતા તત્વો દ્વારા અનેક સરકારી ખરાબાની જગ્યા, સરકારી જમીનો તેમજ અન્ય જમીનો પણ પચાવી પાડવામાં આવતી હોય છે. તેના પર દબાણ કરવામાં આવતું હોય છે. પરંતુ મોરબી જિલ્લામાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ ના કાયદાનું પાલન ન થઈ રહ્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. જેના કારણે આવા તત્વો બેફામ બનતા હોય છે. ત્યારે આવા લોકો ને રોકવા ખૂબ જરૂરી બન્યા છે. અને તેમને કાયદાનું ભાન કરાવવું પણ ખૂબ જરૂરી બન્યું છે. અને જો પાલન કરાવવામાં નહિ આવે તો આ કાયદો માટે ચોપડા પર જ રહી જશે