MORBI:મોરબી મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર કે બેદરકારી? લાખોના મશીનો ધૂળ ખાઈ રહ્યા હોવાનો :કોંગ્રેસનો આક્ષેપ

MORBI:મોરબી મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર કે બેદરકારી? લાખોના મશીનો ધૂળ ખાઈ રહ્યા હોવાનો :કોંગ્રેસનો આક્ષેપ
મોરબી: મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ વિકાસની વાતો વચ્ચે વિવાદોની હારમાળા સર્જાઈ છે. શહેરના વિકાસ અને સફાઈ માટે આવેલા લાખો રૂપિયાના અદ્યતન મશીનો ધૂળ ખાઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ આપેલું રોબોટ મશીન ફરી શોભાના ગાંઠિયા સમાન શહેરની ગટર વ્યવસ્થા અને સફાઈ માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ખાસ અદ્યતન રોબોટ મશીન ફાળવવામાં આવ્યું હતું. જોકે, પાલિકા તંત્રની ઉદાસીનતાને કારણે આ મોંઘુંદાટ મશીન ફરી એકવાર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે. કરોડોના ખર્ચે વસાવાયેલા આ સાધનોનો ઉપયોગ ન થતા જનતાના ટેક્સના પૈસાનો વેડફાટ થતો હોવાનું જણાઈ રહ્યું છે.ત્રાજપરનું જેટિંગ મશીન કેમ પધરાવી દેવાયું ખૂણે?પુષ્પરાજસિંહ જાડેજાએ સવાલ ઉઠાવ્યો હતો કે, ત્રાજપર ગ્રામ પંચાયતનું જેટિંગ મશીન પણ હાલ મહાનગરપાલિકામાં ધૂળ ખાઈ રહ્યું છે. આ મશીનનો ઉપયોગ કરીને શહેરના ગટર અને સફાઈના પ્રશ્નો ઉકેલી શકાય તેમ છે, છતાં તંત્ર દ્વારા તેને કેમ વાપરવામાં નથી આવતું?








