MORBI:મોરબી નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા રાહત મળતા કોંગ્રેસ આગેવાનોએ ભાજપ કાર્યાલયની સામે સત્યમેવ જયતેના નારા લગાવ્યા

MORBI:મોરબી નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા રાહત મળતા કોંગ્રેસ આગેવાનોએ ભાજપ કાર્યાલયની સામે સત્યમેવ જયતેના નારા લગાવ્યા
મોરબી કોંગ્રેસના કાર્યકરો દ્વારા હાય રે ભાજપ હાય, વોટ ચોર ગદી છોડના ના નારા લગાવી ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાને ઘેરીને સુત્રોચ્ચાર કર્યા
નેશનલ હેરાલ્ડ કેસમાં નામદાર કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત આપતા કોંગ્રેસમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કોર્ટના આ ચુકાદાને સત્યની જીત ગણાવી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા ભાજપ કાર્યાલય સામે નારેબાજી કરવામાં આવી હતી.
જિલ્લા કોંગ્રેસના જણાવ્યા મુજબ નામદાર અદાલત દ્વારા કોંગ્રેસના નેતૃત્વ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ‘યંગ ઈન્ડિયા’ કેસમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને સંપૂર્ણ ગેરકાયદેસર અને બદઈરાદાપૂર્વક જણાવેલ છે. નામદાર અદાલતે ચૂકાદો આપતા જણાવ્યું છે કે, ઈડીના કેસનું કોઈ અધિકારક્ષેત્ર જ નથી છેલ્લાં એક દાયકાથી દેશના મુખ્ય વિરોધપક્ષ સામેની મોદી સરકારની આ રાજકીય બદઈરાદાયુક્ત કાર્યવાહીનો ભારતની પ્રજા સમક્ષ પર્દાફાશ થઈ ગયો છે. ત્યારે આજે જિલ્લાના ભાજપ કાર્યાલયના વડા મથકે કોંગ્રેસ અગ્રણીઓએ પહોંચી સત્યમેવ જયતેના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે સમયે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ કાયૉલય સ્થળે પહોંચતા એનો પણ ઘેરાવ કરી સુત્રોચાર કરતું જિલ્લા કોંગ્રેસ









