ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે વકીલશ્રીઓને ઈ કોર્ટ ની તાલીમ આપવામાં આવી
ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે વકીલશ્રીઓને ઈ કોર્ટ ની તાલીમ આપવામાં આવી
પારદર્શક અને ઝડપી ન્યાય મળે તે માટે પેપર લેસ કોર્ટ બનાવવાનું સરકારનું આયોજન
ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે આજરોજ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દેશની તમામ કોર્ટોને ઈ કોર્ટમાં ફેરવી, ઝડપી અને પારદર્શક ન્યાય મળે તે હેતુથી પેપર લેશ કોર્ટો બનાવવાના માટે આપવામાં આવી હતી, જે સૂચના મુજબ આજરોજ ભરૂચ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ જજ ના પરિપત્ર મુજબ આજ રોજ તા. ૨.૩.૨૫ ના રોજ સવારના ૧૦ વાગ્યાથી ૨ વાગ્યા સુધી ભરૂચ જિલ્લાની વિવિધ કોર્ટના વકીશ્રીઓને ઝૂમ મીટીંગથી ઈ કોર્ટ અંગેની ટ્રેનીંગ આપવામાં આવી હતી, ઝઘડિયા કોર્ટ ખાતે પ્રેક્ટિસ કરતા દરેક વકીલશ્રીઓને આ ઝુમ મિટિંગમાં જોડાવા માટેનો પરિપત્ર આપવામાં આવેલા હતો, જેના અનુસંધાને આજરોજ ઝઘડિયા કોર્ટ ખાતે બનાવવામાં આવેલ નવા કોર્ટ બિલ્ડીંગમાં ઝઘડિયા કોર્ટના જ્યુડિશિયલ ફ.ક મેજિસ્ટ્રેટ જે. ટી.પટેલ તથા ઝઘડિયા વકીલ મંડળનાના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, ઉપપ્રમુખ ભાવિન શાહ સેક્રેટરી અમિતભાઈ ચૌહાણ તેમજ ઝઘડિયા બારના સિનિયર વકીલ અનિલભાઈ પંડ્યા, દિલીપસિંહ નકુમ, સમસુદ્દીન શેખ, નીતાબેન રાવલ, ગીતાબેન શાહ વગેરે વકીલો તેમજ કોર્ટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને ઝુમ મીટીંગમાં જોડાઈને ઈ કોર્ટ અંગેનું જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.
ઈરફાનખત્રી
રાજપારડી