GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ગ્રાહકને ન્યાય! ડ્રાયફ્રૂટ કંપનીને રૂ.૪૭,૦૦૦ – ૬% વ્યાજ સાથે ચૂકવવાનો ગ્રાહક અદાલતનો આદેશ

 

MORBI:મોરબીના ગ્રાહકને ન્યાય! ડ્રાયફ્રૂટ કંપનીને રૂ.૪૭,૦૦૦ – ૬% વ્યાજ સાથે ચૂકવવાનો ગ્રાહક અદાલતનો આદેશ

 

 

નવી મુંબઈની મંગલમ ડ્રાયફ્રૂટ કંપનીને ગ્રાહકને વળતર ચૂકવવો પડશે મોરબી: ગ્રાહક સુરક્ષા મંડળની સક્રિયતાના કારણે મોરબીના એક ગ્રાહકને તેની રકમ પાછી મેળવવામાં સફળતા મળી છે. મોરબીના વતની હરેશભાઈ હંસરાજભાઈ કકાસણીયાએ નવી મુંબઈ સ્થિત મંગલમ ડ્રાયફ્રૂટ કંપની પાસેથી રૂપિયા ૪૭,૦૦૦નો માલ મંગાવ્યો હતો, પરંતુ પેમેન્ટ સ્વીકાર્યા બાદ પણ કંપનીએ માલ પૂરો પાડ્યો ન હતો.
સેવામાં ખામીના આધારે કોર્ટે વ્યાજ સહિત રકમ ચૂકવવા આદેશ કર્યો


આ અન્યાય સામે હરેશભાઈએ મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતા મારફતે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો.કેસની વિગત: હરેશભાઈ કકાસણીયાએ બેંક દ્વારા રૂા. ૪૭,૦૦૦/-નું પેમેન્ટ મંગલમ ડ્રાયફ્રૂટ કંપનીને કર્યું હતું, જે કંપનીએ સ્વીકારી લીધું હોવા છતાં માલ આપ્યો નહોતો. વારંવાર માલની ઉઘરાણી કરવા છતાં સંતોષકારક જવાબ ન મળતાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.કોર્ટનો ચુકાદો: ગ્રાહક અદાલતમાં કેસ ચાલી જતાં નામદાર કોર્ટે નોંધ્યું કે મંગલમ ડ્રાયફ્રૂટ કંપનીની સેવામાં ખામી છે, કારણ કે પૈસા લીધા પછી માલ આપવામાં આવ્યો ન હતો.વળતર: કોર્ટે કંપનીને હરેશભાઈની રકમ રૂપિયા ૪૭,૦૦૦/- (અંકે રૂપિયા સુડતાલીસ હજાર પૂરા) તારીખ: ૨૮/૦૩/૨૦૨૩ થી ૬% (છ ટકા)ના વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.સમય મર્યાદા ચૂકાય તો ૯% વ્યાજ લાગુ થશે ગ્રાહક અદાલતે મંગલમ ડ્રાયફ્રૂટ કંપનીને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે જો તે સમય મર્યાદામાં આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેમણે ૯% (નવ ટકા) લેખે વ્યાજ સાથે આ રકમ ચૂકવવી પડશે.ગ્રાહક સુરક્ષા મંડળે આ ચુકાદાને ગ્રાહકોના હિતમાં મોટી જીત ગણાવ્યો છે અને જણાવ્યું છે કે ગ્રાહકને કોઈપણ જગ્યાએ અન્યાય થાય તો પોતાના હિત અને હક માટે હમેશા લડવું જોઈએ. અન્યાયનો ભોગ બનેલા ગ્રાહકોને મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!