TANKARA:ટંકારાના નસીતપર ગામે સેવા સહકારી મંડળીમાં પણ ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર ?

TANKARA:ટંકારાના નસીતપર ગામે સેવા સહકારી મંડળીમાં પણ ભાજપના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર ?
આમ જોઈએ તો હવે એવું થઈ ગયું છે કે ભ્રષ્ટાચાર અને ભાજપ આ બંનેને સાથ ગાંઠ હોય જ જેમ ચોલી દામનનો સાથ તેમ ભાજપ અને ભ્રષ્ટાચારનો સાથ કેમકે હાલની પરિસ્થિતિમાં ગુજરાત જ નહીં દેશના મોટા ભાગના રાજ્યોમાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં ભ્રષ્ટાચાર એ સિસ્ટમ બની ગઈ છે. ભાજપ દ્વારા પોતાના નેતાઓને મંડળીઓ તેમજ અન્ય સ્વાયત સંસ્થાઓમાં મૂકી ને તેઓને જાણે ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપી દીધી હોય તેવું મોટાભાગની જગ્યાથી જોવા મળી રહ્યું છે. હદ તો એ વાતની છે કે કોઈને પૂછીએ ભૂ-માફિયા કોણ? તો કે ભાજપ આગેવાન, બિલ્ડર કોણ ? તો કે ભાજપ આગેવાન, બુટલેગર કોણ ? તો કે ભાજપ આગેવાન, બળાત્કારી કોણ ? તો કે ભાજપ આગેવાન અને આ માત્ર કેવા પૂરતું નથી ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ અનેક લોકોએ ભ્રષ્ટાચારની સીમાઓને પાર કરી દીધી છે કોઈપણ જાતના ડર વગર મન મરજી મુજબ ના ભ્રષ્ટાચારો કરી રહ્યા છે. ત્યારે હવે નાના નાના ગામડાઓમાં ચાલતી સેવા મંડળીઓ કે સહકારી મંડળીઓમાં પણ નેતાઓની નજરો ગઈ છે..?
ઘણા સમયથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામે આવેલ જૂથ સેવા સહકારી મંડળી ચર્ચાના ચકડોળે ચડી છે. ગામ આખામાં કાના ફુશી થઈ રહી છે પરંતુ ભાજપના આગેવાનો આ મંડળીમાં હોવાના કારણે કોઈપણ બોલવા તૈયાર નથી. નાફેડ દ્વારા ગયા વર્ષે ટેકાના ભાવમાં ખરીદી મગફળી અંગે કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. ગુજકોમાસોલ ના જણાવ્યા મુજબ 6000 ખેડૂતોમાંથી 4000 ખેડૂતોની મગફળી નસીતપર સેવા સહકારી મંડળી એ ખરીદ કરી હતી જેમાંથી નાફેદ સુધી મોકલવામાં આવેલ માલ વજન તફાવત ના કારણે 17,00,000 થી વધુની ઓડિટ નોટિસ આવી હતી તથા કેટલાક ગ્રામજનો પાસેથી મળતી માહિતી મુજબ ગયા વર્ષે જે ખરીદ કરવામાં આવી હતી ટેકાના ભાવની મગફળી એ ખરીદીમાં પણ મોટું કૌભાંડ થયું હોવાની આશંકાઓ સેવાઈ રહે છે અને હદ તો એ વાતની છે કે ગામ આખામાં કાના ખુશી થઈ રહી છે તેમ છતાં પણ સહકારી મંડળી અંગેની કોઈપણ જાતની તપાસ પ્રશાસન દ્વારા કરવામાં આવતી નથી અને લોકો એવું પણ કહી રહ્યા છે કે ટંકારા તાલુકા ભાજપ અગ્રણી પણ આમાં સામેલ હોઈ શકે છે. ખરેખર ખેડૂતોની મંડળીઓમાં ચાલતા ભ્રષ્ટાચારો અંગે જો ખેડૂતો ખુલીને નહીં બોલી શકે તો દિવસે ને દિવસે ખેડૂતો દ્વારા ચાલવવામાં આવતી નાની નાની મંડળીઓ ઉપર ગેર બંધારણીય રીતે કબજાઓ થઈ જશે અને મન ફાવે તે રીતે મંડળીઓના વહીવટો થશે. સરકારે પણ આ તરફ ધ્યાન દઈ તાત્કાલિક ધોરણે આવી બનતી ઘટનાઓ પર નજર રાખી અને ખેડૂત મંડળીઓને કોઈપણ પાર્ટીના ખરાબ નેતાઓથી કે ભ્રષ્ટાચારી નેતાઓથી દૂર રાખવી ખૂબ જ જરૂરી છે નહીંતર એક સમય એવો આવશે કે જો ખેડૂત સરકાર વિરુદ્ધ ઉભો રહી ગયો તો કોઈની તાકાત નથી કે સરકાર ને બચાવી શકે.







