MORBI:મોરબી ગેરકાયદે વિજચોરી કરવાના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો હુકમ

MORBI:મોરબી ગેરકાયદે વિજચોરી કરવાના કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો હુકમ
મોરબીમાં ઇલેક્ટ્રિક સીટી એક્ટ ૨૦૦૩ ની કલમ ૧૩૫ મુજબના કેસમાં સ્પે. (ઈલે.) એડીશનલ સેન્સસ કોર્ટે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે
ફરિયાદ પક્ષના કેસની ટૂંકી હકીકત એવી છે કે, આ કામના આરોપી તારીખ : ૦૧/૦૨/૨૦૨૨ ના રોજ કલાક : ૦૭ વાગ્યે પોતાના રહેણાંક મકાનમાં વીજ કંપનીનું વીજ મીટર ન હોવા છતાં તેમના મકાન પાસેના પી.જી.વી.સી.એલ ની એલ.ટી. લાઈનમાં પોલ પરથી ગેરકાયદેસર વીજ લાઈનમાં વાયરનું લંગર નાંખી, ડાયરેક્ટ બિન અધિકૃત રીતે વીજ જોડાણ લઈ, વીજલોડ ૧.૭૦૪ નો જોડી વિજ ચોરી કરતા હોય પી.જી.વી.સી.એલ ના અધિકારી/કર્મચારીના વીજ ચેકિંગમાં આરોપી રૂપિયા ૨૮,૦૯૫-૨૭/- પૈસા ની ચોરી કરતા પકડાઈ જઈ , ઇન્ડિયન ઇલેક્ટ્રિકસિટી એક્ટની ૨૦૦૩ ની કલમ – ૧૩૫ મુજબના શિક્ષાપાત્ર ગુના કરેલ છે. જે ગુના બાબતે ફરિયાદીએ ફરિયાદ આપતા આરોપી વિરુદ્ધ જી.યુ.વી.એન.એલ. પો.સ્ટે. રાજકોટ ના સેકન્ડ ગુના રજી. નંબર : ૮૯૭/૨૦૨૨ થી ગુનો નોંધવામાં આવેલ.
આરોપી વિરુદ્ધ જી.યુ.વી.એન.એલ. પો.સ્ટે. રાજકોટ ના સેકન્ડ ગુના રજી. નંબર : ૮૯૭/૨૦૨૨ થી ઉપરોક્ત મુજબનો ગુનો દાખલ થયેલ. સદર ફરિયાદીની ફરિયાદના અનુસંધાને તપાસ એજન્સી એ જરૂરી અને યોગ્ય તપાસ કરી ,આરોપી વિરુદ્ધ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટની ૨૦૦૩ ની કલમ – ૧૩૫ મુજબના શિક્ષાપાત્ર ગુના અંગે પુરાવો મળી આવતો હોય, આરોપી વિરુદ્ધ સદર ગુના અંગે ફોજદારી કાર્યરીતી સંહિતા ની કલમ – ૧૭૩ અન્વયે ચાર્જશીટ રજૂ કરેલ. જેને સ્પે. ઇલેક્ટ્રીસીટી કેસ નંબર : ૪૧/૨૦૨૨ થી નોંધવામાં આવેલ. આરોપીને ફોજદારી કાર્યરીતિ સંહિતા ની કલમ – ૨૦૭ અન્વયે ફરિયાદ પક્ષના આધારભૂત પુરાવાની નકલો પૂરી પાડી આ કેસ ની કાર્યવાહી અત્રેની અદાલતમાં ચલાવવામાં આવેલ. આ કામના આરોપી નિયત ઠરાવ તારીખે અદાલત સમક્ષ રજૂ થતાં આ પ્રકરણમાં લાગુ પડતી ફોજદારી કાર્યરીતિ સંહિતાની જોગવાઈઓનું પાલન કરેલ હોવાની ખાતરી કરી, આરોપી વિરુદ્ધ ઇન્ડિયન ઇલેક્ટ્રીક સીટી એક્ટની – ૨૦૦૩ ની કલમ – ૧૩૫ મુજબના આક્ષેપિત ગુના અંગે તહોમતનામું ફરવામાં આવેલ.
આરોપીનું નિવેદન નોંધવામાં આવેલ. જેમાં આરોપીએ તેમના વિરુદ્ધના ગુનાનું ઇનકાર કરેલો અને તેમના વિરુદ્ધ ઈન્સાફી કાર્યવાહી આગળ ચલાવવા માંગણી કરેલ.આરોપી વિરુદ્ધ ફરમાવવામાં આવેલ તહોમતનામાંની હકીકત પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષ તરફે મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા. સાક્ષીઓનો પુરાવો રજૂ થયા બાદ ફરીયાદ પક્ષ તરફે વિ.એ.પી.પી.શ્રી તરફથી પુરાવા બંધની પુરસીસ રજૂ થયેલ,આરોપી નું ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ – ૩૧૩ મુજબનું વધારાનું નિવેદન લેવામાં આવેલ. આરોપી વતી મોરબી જીલ્લા ના યુવા એડવોકેટ શ્રી સુખદેવ રમેશભાઈ દેલવાણીયા રોકાયેલ.
આ કામે ફરિયાદી પક્ષે ફરિયાદી તથા સાહેદો તથા પી.એસ.ઓ તથા તપાસ કરનાર અમલદાર વિગેરેની જુબાની લેવામાં આવેલી. તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા આ કામે ફરિયાદ પક્ષે પોતાનો કેસ ની:શંક પણે શંકારહિત રીતે પુરવાર કરવાનો હોય છે. આ કામે રજૂ થયેલ મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો ધ્યાને લેતા ફરિયાદ પક્ષે પોતાનો કેસ ની:શંકપણે શંકારહિત રીતે પુરવાર કરેલ ન હોય આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા દલીલ કરેલ. બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ સુખદેવ આર. દેલવાણીયા દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરેલ. જે દલીલના આધારે ઉપરોક્ત કેસ મા નામદાર કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ.આરોપી તરફે મોરબી જીલ્લાના યુવા એડવોકેટ સુખદેવ રમેશભાઈ દેલવાણીયા રોકાયેલ હતા.







