MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જસમતગઢ ગામ નજીકથી ટ્રેક્ટરની ચોરી કરનાર એક ઈસમને ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે ઝડપી લીધો 

MORBI:મોરબીના જસમતગઢ ગામ નજીકથી ટ્રેક્ટરની ચોરી કરનાર એક ઈસમને ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમે ઝડપી લીધો

 

 

મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રેક્ટર ચોરીની નોંધાયેલ ફરિયાદ મુજબ ગત તા.૦૮/૧૧ ના રોજ જસમતગઢ ગામે રહેતા ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઈને નિરણ ભરવા ખેતરે જતા હોય ત્યારે ટ્રેક્ટરની લાઈટ બંધ થઈ જતા ટ્રેક્ટર રજી.નં. જીજે-૩૬-એએફ-૯૯૧૩ જસમતગઢ ગામ નજીક આવેલ મેલડી હોટલની સને ખુલ્લા કમ્પાઉન્ડમાં પાર્ક કર્યું હોય જ્યાંથી કોઈ અજાણ્યો વાહન-ચોર ઈસમ તે ટ્રેક્ટરની ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ઉપરોક્ત ટ્રેક્ટર ચોરીની ફરિયાદને આધારે મોરબી જીલ્લા પોલીસ ટીમ અજાણ્યા વાહન ચોર ઇસમને પકડી લેવા કાર્યરત હોય તે દરમ્યાન એલ.સી.બી./પેરોલ ફર્લો સ્ટાફના એએસઆઇ જિજ્ઞાસાબેન કણસાગરા, સુરેશભાઇ હુંબલ, કોન્સ.ભાવેશભાઇ મિયાત્રાને ખાનગીરાહે તેમજ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ માધ્યમથી બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકા પોલીસમાં નોંધાયેલ ટ્રેક્ટર ચોરીની ફરિયાદ મુજબનું મહિન્દ્રા સ્વરાજ કંપનીનું બ્લુ કલરનુ ટ્રેકટર સાથે એક ઇસમ હાલે ઉંચી માંડલ ગામ પાસે આવેલ માર્બીલાનો કારખાનાની સામે રોડ ઉપર ટ્રેકટર સાથે ઉભેલ છે તેવી હકીકત આધારે તપાસ કરતા એક પરપ્રાંતિય ઈસમ બેડીસિંગ ગુલાબસિંગ ગૌડ ઉવ.૨૫ રહે.હાલ મોરબી-જેતપર રોડ પાવડીયારી કેનાલ નજીક બ્લુ જોન કારખાનામાં મુળ રહે. દેવરી નીઝમ દીયોરી નીઝમ દામોહ (એમ.પી) વાળો ચોરીમાં ગયેલ ટ્રેકટર સાથે મળી આવતા તેને હસ્તગત કર્યો હતો. પકડાયેલ આરોપી પાસેથી ચોરી કરેલ ટ્રેક્ટર પરત લઈ આગળની ધોરણસરની કાર્યવાહી સબબ મોરબી તાલુકા પોલીસ મથકમાં સોંપી આપેલ છે.

Back to top button
error: Content is protected !!