MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો: 100 એકમોને લાગ્યા તાળા, આગામી દિવસોમાં વધુ 400 બંધ થવાની ભીતિ

MORBI:મોરબી સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો: 100 એકમોને લાગ્યા તાળા, આગામી દિવસોમાં વધુ 400 બંધ થવાની ભીતિ

 

આગામી ચારથી પાંચ દિવસમાં વઘુ ૪૦૦ એકમો બંઘ થવાની તૈયારીમાં:ઇઝરાયેલ-ઇરાન યુદ્ધના કારણે ગેસની અછતને કારણે સિરામિક ઉદ્યોગની હાલત કફોડી બની


​મોરબી: વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતો મોરબીનો સિરામિક ઉદ્યોગ હાલ અત્યંત કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન ખોરવાતા મોરબીમાં પ્રોપેન ગેસની ભારે અછત સર્જાઈ છે. આ વિકટ પરિસ્થિતિને પગલે છેલ્લા બે દિવસમાં જ 100 જેટલા સિરામિક એકમો બંધ થઈ ગયા છે.


​​મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ આજે પત્રકાર પરિષદ યોજીને ઉદ્યોગની ગંભીર સ્થિતિ વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે: ​પ્રોપેન ગેસ સપ્લાય કરતી ખાનગી કંપનીઓ અને એજન્ટો પાસે ગેસનો જથ્થો ખૂટી પડ્યો છે.​જો સ્થિતિ જલ્દી નહીં સુધરે, તો આગામી દિવસોમાં બંધ થનારા કારખાનાનો આંકડો 450 સુધી પહોંચી શકે છે.​ઉદ્યોગકારો હાલ ત્રિપંખિયા જંગમાં ફસાયા છે: ગેસની અછત, એક્સપોર્ટમાં અવરોધ અને પેમેન્ટની ઉઘરાણીમાં વિલંબ.​સરકારની સક્રિયતા અને મુખ્યમંત્રીનો આશ્વાસન ​આ ગંભીર પરિસ્થિતિની નોંધ લેતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ ઉદ્યોગની વર્તમાન સ્થિતિની વિગતો મેળવી હતી અને રાજ્ય સરકાર આ મુશ્કેલીમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગે હકારાત્મક અભિગમ દાખવ્યો છે.​ઉદ્યોગકારોએ જણાવ્યું છે કે, ભલે ઉત્પાદન બંધ રાખવું પડ્યું હોય, પરંતુ કારખાનામાં કામ કરતા શ્રમિકો અને તેમના પરિવારોને હાલાકી ન પડે તે માટે કારખાનેદારો અને કોન્ટ્રાક્ટરો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે હાલમાં નેચરલ ગેસનો પુરવઠો ગુજરાત ગેસ દ્વારા ચાલુ રખાયો છે, પરંતુ જે એકમો સંપૂર્ણપણે પ્રોપેન ગેસ પર નિર્ભર છે તેમના માટે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે.

Back to top button
error: Content is protected !!