GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી હાઉસીંગ સોસાયટીઓના સભાસદોએ ૩૦ મે, સુધીમાં ઓડિટ કરાવી લેવું

 

MORBI:મોરબી હાઉસીંગ સોસાયટીઓના સભાસદોએ ૩૦ મે, સુધીમાં ઓડિટ કરાવી લેવું

 

 

 

હાઉસીંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસીંગ સર્વિસ કો.ઓપ.સોસાયટીઓનું તા.૩૧- ૦૩-૨૦૨૪ના સમયગાળા સુધીનું ઓડીટ રજિસ્ટ્રારશ્રીની પેનલ પરના ઓડીટર દ્વારા કરી શકાય તેવી મંજુરી આપવામાં આવેલ હોય, મંડળીની નિયામક મંડળની બેઠકમાં રજિસ્ટ્રારશ્રીની પેનલ (https://rcs.gujarat.gov.in) પરના મોરબી જિલ્લાના કાર્યક્ષેત્ર વિસ્તારના પેનલ ઓડીટરની ઠરાવથી નિમણુંક કરી તે બદલની અત્રેની કચેરીમાં જાણ કરવા તથા તા.૩૦-૦૫-૨૦૨૫ સુધીની સમય મર્યાદામાં ઓડીટ પૂર્ણ થાય તે બાબતેની જરૂરી કાર્યવાહી કરવા આથી લાગુ પડતી તમામ હાઉસિંગ કો.ઓપ. સોસાયટી અને હાઉસિંગ સર્વિસ કો.ઓપ. સોસાયટીના હોદ્દેદારોએ નોંધ લેવા તથા ઓડીટ પૂર્ણ થયેથી ઓડીટ અહેવાલ અત્રે મદદનિશ જિલ્લા રજિસ્ટ્રારશ્રી (હાઉસિંગ) મોરબી-ભુજની કચેરીમાં રજુ થાય તે સંબંધિત કાર્યવાહી થવા વિનંતી છે. પ્રસ્તુત અધિસુચના અન્વયે સોસાયટીના નિયામક મંડળને સહકારી કાયદા કાનુન આધીન જરૂરી કાર્યવાહી કરવા મોરબી સહકારી મંડળીઓની કચેરીના જિલ્લા રજીસ્ટ્રારશ્રી દ્વારા અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!