GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની ડાન્સર બાલિકાઓ તા 8 માર્ચ ના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે.

MORBI:મોરબીની ડાન્સર બાલિકાઓ તા 8 માર્ચ ના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે.

 

આવી રહી છે મોરબીની ડાન્સિંગ સેલિબ્રિટી દીકરીઓ અદિતિ દેસાઈ અને હિયા હિરાણી નેશનલ ટીવી પર તો જોવાનુ ભુલશો નહિ.

બાળ ડાન્સર તરીકે રાષ્ટ્રીય કક્ષાએ પોતાની કલાના કામણ પાથરવા સાથે મોરબીનું નામ રોશન કરનાર બન્ને બાલીકા ડાન્સરો આગામી તારીખ 8 માર્ચ 2026 ના રોજ સમય સવારે 5.30 વાગ્યે , “*& TV HD”, “Zee 5” અને “jioTV” ચેનલ પર પર્ફોમન્સ રજુ કરશે.આ બન્ને વિદ્યાર્થીનીઓ સોનિક ડાન્સ એકેડેમી ની વિધાર્થિનીઓ અદિતિ દેસાઈ અને હિયા હિરાણી નું India’s greatest Talent Show માં નૃત્ય પ્રસારીત થવાનુ છે. જે શો જયપુર માં યોજાયો હતો . અને તેમાં બન્ને દિકરીઓ એ *પહેલો* નંબર પ્રાપ્ત કરી વિનર જાહેર થઇ હતા

તેઓ ની આ સિધ્ધી થી તેમની સોનિક ડાન્સ એકેડેમી (ડાન્સ ગુરૂ : રૂપલ દેસાઈ), પરિવાર અને મોરબીનું ગૌરવ વધારેલ છે.

Back to top button
error: Content is protected !!