MORBI મોરબીમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયો
MORBI મોરબીમાં વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ યોજાયો
માથક અને ચરાડવા ખાતેના આયોજનમાં સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ
મોરબી જિલ્લામાં ‘સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન’ અંતર્ગત વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે યોજાયેલા મેગા મેડિકલ કેમ્પ અન્વયે હળવદ તાલુકાના માથક અને ચરાડવા ખાતેના આયોજનમાં સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા સહિતના માનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પમાં સાંસદશ્રી ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્યશ્રી પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી સરોજબેન ડાંગરોચા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. પી. કે. શ્રીવાસ્તવ સહિતનાએ ઉપસ્થિત રહેલા લોકો તંદુરસ્ત આરોગ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું.
આ મેગા મેડિકલ કેમ્પમાં GMERS મેડિકલ કોલેજ મોરબીના નિષ્ણાંત તબીબો દ્વારા મહિલાઓ અને બાળકો માટે તમામ આરોગ્ય સેવાઓ આપવામાં આવી હતી. ઉપરાંત સ્ત્રીરોગ નિષ્ણાંત, હાડકાના રોગ નિષ્ણાંત, સહિત વિશિષ્ટ સારવાર સાથે રસીકરણ પણ કરાયું હતું.