GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ગૂંગણ ગામે મચ્છુ નદીમાં ડૂબી જતા સગીરનું મોત

MORBI:મોરબીના ગૂંગણ ગામે મચ્છુ નદીમાં ડૂબી જતા સગીરનું મોત
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ગૂંગણ ગામ નજીક પસાર થતી મચ્છુ નદીમાં કોઈ કારણોસર પડી ગયેલા સંજયભાઈ ધોળીયાભાઈ ભુરીયા ઉવ.૧૪ નદીના પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ મૃતકના પિતા દ્વારા સંજયભાઈનો મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. ત્યારે તાલુકા પોલીસે પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.








