MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક રોડ અંતર્ગત લીલાપર ચોકડી પાસે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક રોડ અંતર્ગત લીલાપર ચોકડી પાસે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે લીલાપર ચોકડી પાસે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ જેમાં દુકાનો, કાચા મકાનો અને નડતરરૂપ છાપરા- ઓટલાના દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ મહાપાલિકા દ્વારા આજે લીલાપર ચોકડી પાસે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેની ઉપસ્થિતિમાં આજે મહાપાલિકાની ટીમે જેસીબીની મદદથી દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે. જેમાં અત્યારે દુકાનો, કાચા મકાનો તેમજ ઓટલા, છાપરા સહિતના દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે.
આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેએ જણાવ્યું કે મોરબીથી લીલાપર ગામ સુધી બે અઠવાડિયા પહેલા ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં બાકી કામગીરી આજે કરવામાં આવી રહી છે. અહીં દબાણોને કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી હતી. આજે લીલાપર ગામ સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા..







