MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોશન કરવામાં આવ્યું
MORBI:મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસે મચ્છીપીઠમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોશન કરવામાં આવ્યું
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ આવેલા મચ્છીપીઠ વિસ્તારમાં મસ્જિદ રોડ પર આજ રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા ડીમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રોડ પર નડતરરૂપ ઓટલા અને છાપરાનું દબાણ દુર કરવામાં આવ્યું હતું. મોરબી મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્લિન ખરે અને ડેપ્યુટી કમિશનરની ઉપસ્થિતિમાં આ દબાણ હટાવવામાં આવી રહ્યું છે.મચ્છીપીઠથી અયોધ્યાપુરીરોડ સુધી આ દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવશે. બુલડોઝર મારફતે નડતરરૂપ દુકાનો બહાર રહેલા ઓટલા તોડી પાડવામાં આવ્યા છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવામાં આવી રહ્યું છે. મોરબી મહાનગરપાલિકાના વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે મચ્છીપીઠ વિસ્તારમાં દબાણ હટાવવામાં આવી રહ્યું છે.