GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ના ત્રાજપર ખારી યોગીનગરમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂ પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમ ઝડપી લીધો 

MORBI:મોરબી ના ત્રાજપર ખારી યોગીનગરમાં રહેણાંક મકાનમાંથી દેશી દારૂ પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમ ઝડપી લીધો

 

 

મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસ ટીમને બાતમી મળેલ કે સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ખારી યોગીનગરમાં નરેશભાઈ કોળી તેના ભાગીદાર સાથે મળીને પોતાના ઘરમાં દેશી દારૂ રાખી તેનું વેચાણ કરતા હોય, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે રહેણાંક મકાનના ફળીયામાંથી દેશી દારૂ ભરેલ ૨૫૦મીલી. પ્લાસ્ટિકની ૩૯૦ નંગ કોથળી જેમાં ૯૭ લીટર દેશી દારૂ તથા પાંચ લીટર પ્લાસ્ટિક ૪ નંગ બાચકા જેમાં ૨૦ લીટર દેશી દારૂ એમ કુલ ૧૧૭ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, જેથી આરોપી નરેશભાઇ પરસોતમભાઇ કોળી તથા આરોપી સુરેશભાઇ અમરશીભાઇ સારલા બન્ને રહે. મોરબી-૨ યોગીનગર ત્રાજપર ખારી વાળા દરોડા દરમિયાન હાજર નહીં મળી આવતા બન્ને આરોપીને ફરાર દર્શાવી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમે બી ડિવિઝન પોલીસ મથકમાં બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!