MORBI:મોરબીમાં વ્યાજ સહીત મુદલ રકમ ચુકવ્યા છતાં વ્યાજખોરોએ યુવકના પિતાનું અપહરણ કરી આપી જાનથી મારી નાંખવાની ધમકી
MORBI:મોરબીમાં વ્યાજ સહીત મુદલ રકમ ચુકવ્યા છતાં વ્યાજખોરોએ યુવકના પિતાનું અપહરણ કરી આપી જાનથી મારી નાંખવાની ધમકી
મોરબીમાં રહેતા યુવકે આરોપી પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધેલ હોય જે વ્યાજ સહિત મુદલ રકમ પરત આપી દિધી હોવા છતાં આરોપીએ યુવકના પીતાનુ અપહરણ કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવક પાસેથી બળજબરી પૂર્વક ચેકો તથા ખેતીની જમીનના દસ્તાવેજની ફાઈલ કઢાવી પઠાણી ઉઘરાણી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર કન્યા છાત્રાલય પાછળ પંચવટી સોસાયટીમાં રહેતા જય પ્રવીણભાઈ અંબાણી (ઉ.વ.૩૦) એ આરોપી દિનેશભાઇ ગગુભાઈ મકવાણા (ઉ.વ.૪૬) રહે. ધર્મસૃષ્ટિ સોસાયટી ઉમીયા સર્કલ પાસે મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપી દિનેશભાઇએ ઉંચા વ્યાજે નાણાધીરી ફરીયાદિએ વ્યાજ સહીત મુદલ રકમ પરત આપી દીધેલ હોવા છતા આરોપીએ ફરીયાદી પાસેથી વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીના પિતાનુ અપહરણ કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેઓ પાસેથી બળજબરી પુર્વક ચેકો તથા ખેતીની જમીનના દસ્તાવેજની ફાઇલ કઢાવી લીધી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ બી.એન.એસ. કલમ -૩૦૮(૫),૩૫૧(૩), ૩૫૨, ૧૪૦ (૨),૧૧૫(૨) તથા નાણા ધીરધાર અધીનિયમ -૨૦૧૧ ની કલમ -૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.