GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં અમિત શાહને આવેદન આપવા જતા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત

 

MORBI:મોરબીમાં અમિત શાહને આવેદન આપવા જતા આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત

 

 

મોરબી આપના આગેવાનોને કેન્દ્રિય ગૃહમંત્રી પાસે આવેદનપત્ર આપવા જવા ન દેવાયા – મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાદેવભાઇ પટેલ, પ્રભારી પંકજભાઈ રાણપરિયા, કે.ડી.બાવરવા સહિતના આગેવાનો આજે મોરબીના લોકોના જુદા જુદા પડતર પ્રશ્નોની રજૂઆત કરવા માટે તથા સીરામીક ઉદ્યોગના હિત માટે આવેદનપત્ર પાઠવવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના આગેવાનોને કોર્ડન કરીને પોલીસ દ્વારા રોકી લેવામાં આવ્યા હતા અને તેઓને કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. જોકે સભા મંડપ સુધી યેનકેન પ્રકારે આમ આદમી પાર્ટીના કેટલાક યુવાનો ભાજપના કેસ પહેરીને પહોંચી ગયા હતા પરંતુ સભા મંડપમાં કેન્દ્રીય ગૃહમંત્રી સહિતના ભાજપના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ શરૂ થાય ત્યારે પહેલા જ પોલીસ દ્વારા આપના યુવાનોને પકડીને ત્યાંથી શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા જોકે, બહાર જતા સમયે આપના એક યુવાને જય જવાન જય કિસાનના નારા લગાવીને કાળું કપડું ફરકાવ્યું હતું ત્યારે ગણતરીની મિનિટોમાં જ પોલીસ તેને ડીટેલ કરીને બહાર લઈ ગઈ હતી.

Back to top button
error: Content is protected !!