DHANGRADHA :ધ્રાંગધ્રાની ઓળખ બદલાઇ રહી છે : જીવલેણ બીમારી સીલીકોસીસ દેવોની મુર્તી ઘડનારાઓને દેવોના રુબરુ દર્શન કરવા દેવો પાસે મોકલી રહી છે.

DHANGRADHA :ધ્રાંગધ્રાની ઓળખ બદલાઇ રહી છે : જીવલેણ બીમારી સીલીકોસીસ દેવોની મુર્તી ઘડનારાઓને દેવોના રુબરુ દર્શન કરવા દેવો પાસે મોકલી રહી છે.
ધ્રાંગધ્રાની ધરતી પથ્થરોની ધરતી તરીકે ખ્યાતી ધરાવે છે. તે પથ્થરોમાંથી મંદિરો માટે દેવોની મૂર્તિ ઘડવાનું કામ કરીને ધ્રાંગધ્રામાં સેંકડો લોકો રોજગારી મેળવે છે. પરંતુ પથ્થરો પર ટાંકણાં મારતા કારીગરો અજાણ પણે પોતાન ફેફ્સાં પર પણ ટાંકણા મારતા રહે છે અને એક તરફ પથ્થર માં મુર્તી જીવતી થતી જાય તેમ તેમ કારીગરના જીવનમાંથી જીવ નીકળતો જાય છે .
ધ્રાંગધ્રાના સતાપર ગામે રહીને કાળુભાઈ જેમાભાઈ ભરમાણી પથ્થરમાંથી શિલ્પકલાનું કામ કરીને પોતાના પરીવારનો જીવન નિર્વાહ કરતા હતા. પરંતુ કાળુભાઈ એ વાતથી વાકેફ ન હતા કે આ કામને કારણે એમને એક એવી બીમારી થશે જેનો કોઇ ઇલાજ દુનિયામાં કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી. કાળુભાઈને સીલીકોસીસ બીમારી થતાં કામ તો કરી શકવાની ક્ષમતા ગુમાવી દીધી પરંતુ હવે એમનુ ધ્યાન રાખવા માટે પણ એક વ્યક્તીને એમની સાથે રહેવુ પડે ત્યારે ઘરની આવક શુન્ય બને છે. કાળુભાઈ લાંબા સમયથી સીલીકોસીસ બીમારી સામે સંઘર્ષ કરતાં કરતાં આખરે તારીખ – 08/03/2025 ના રોજ રોગ સાથેના સંઘર્ષમાં પરાજીત થાય છે.અગાઉ તા.31/01/2025 ના રોજ પણ ધ્રાંગધ્રામાં રહીને શિલ્પકામ કરતા કામદાર ડાયાભાઈ નુ સીલીકોસીસના કારણે મુર્ત્યુ થયુ. આમ 40 દિવસની અંદર આ બીજા કામદારનું મુર્ત્યુ થયુ છે.
ધ્રાંગધ્રામાં હાલ ની યાદીમાં 45 કામદારો સીલીકોસીસથી પીડાય છે તે પૈકી 2 તો પથારીવશ છે. તેઓ પોતાનું ગુજરાન કમાઇ શકે તેવી સ્થીતીમાં ન હોવા છતાં ન તો મંદીર ઉધ્યોગમાંથી મબલખ કમાણી કરનાર ઉધ્યોગપતીઓ ન તો ટેક્સ માંથી કમાણી કરનાર સરકાર – કોઈ તેમને ગુજરાન ચાલે તેટલું પેંશન આપતું નથી. આ કારીગરોને કોઈ સામાજીક સુરક્ષા કાયદાનો લાભ પણ આપવામાં આવતો નથી.
જો આપવામાં આવે છે તે તો તેમના મ્રુત્યુ બાદ કુટુંબને સહાય ચુકવવામાં આવે છે અને તે પણ જો સરકારી મજુર અધીકારી મહેરબાન હોય તો. કુટુંબે આ સહાય મેળવવા પોતાના સીલીકોસીસ પીડીત કુટુંબીજનો મ્રુત્યુની વાટ જોઇ પડે તેવી દયનીય દશા છે.
ગઈ કાલે વીધાન સભામાં આ મુદ્દો ગુંજ્યો છે ત્યારે સરકાર આ મુદ્દે ક્યારે સંવેદંશીલતા દાખવી સીલીકોસીસ પીડીતોને ન્યાય આપે છે તે જોવૂં રહ્યું.









