GUJARATVALSADVALSAD CITY / TALUKO

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વલસાડ કોળી પટેલ સમાજ દ્વારા યુનિટી મેરાથોન યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇની પ્રેરક ઉપસ્થિતિમાં વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા સુવર્ણજયંતિ (૫૦ વર્ષ) નિમિત્તે run for health and environment થીમ સાથે વલસાડ યુનિટી મેરાથોન એડિશન- ૨ નું તિથલના સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, મંત્રીશ્રીએ લીલી ઝંડી આપી દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ૭૫૦ જેટલા રનર્સ અને ૧૦૦ જેટલા વોલેન્ટીયર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલા, વલસાડ તાલુકા સંગઠન પ્રમુખ તેજસ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિપુલ પટેલ તેમજ ભીડભંજન મહાદેવનાં ટ્રસ્ટી શિવજી મહારાજ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તબક્કે વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે આગામી સિઝન- 3 મેરેથોન નવેમ્બર ૨૦૨૫માં યોજાશે એવી જાહેરાત પણ કરી છે.
<span;>  વલસાડના ધારાસભ્યશ્રી તેમજ સમાજનાં પ્રમુખશ્રી ભરતભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ તેમજ કારોબારી સભ્ય તેમજ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર યોગેશ પટેલ, રેસ ડિરેક્ટર નિતેશ પટેલ, સમાજનાં ઉપપ્રમુખ શશી પટેલ, મંત્રી રામુ પટેલ, સહમંત્રી રોહિત પટેલ, ખજાનચી ચંદુ પટેલ, દિપક પટેલ, આશિષ પટેલ,  ધર્મેશ પટેલ, પંકજ પટેલ, સુનિલ પટેલ, બંકિમ પટેલ, રશ્મી પટેલ, સતીશ પટેલ, જિગિત્સાબેન તેમજ તમામ કારોબારી સભ્ય દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતનાં સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ તિથલ, સેગવી અને નનકવાડા ગામનાં સરપંચશ્રીઓ અને વલસાડનાં નામાંકિત ડોક્ટરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર યોગેશ પટેલે તમામ રનર્સ, સ્પોનસર્સ, વિવિધ સંસ્થાઓ અને સમાજનો આાભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!