HALVAD:હળવદના ચરાડવા ગામ નજીક યુવકને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

HALVAD:હળવદના ચરાડવા ગામ નજીક યુવકને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
હળવદ મોરબી રોડ ઉપર ચરાડવા ગામથી આગળ નર્મદા કેનાલ ઠાકરધણી હોટલની સામે યુવક પોતાની ટ્રક લઈને જતા હોય ત્યારે આરોપીએ કાર રોડ ક્રોસ કરવા બાબતે યુવકને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ પંચમુખી ઢોરા પાસે રહેતા દશરથભાઈ ઉર્ફે મુમભાઈ અમરાભાઇ ગોલતર (ઉ.વ.૨૩) એ આરોપી સદામભાઈ રહે ચરાડવા ગામવાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની ટ્રક નંબર- -જે-૦૯-એવી-૫૩૯૭ વાળીમા હળવદ માર્કેટ યાર્ડમાથી બીટી કપાસ ભરીને ટંકારા ખાલી કરવા જતા હતા ત્યારે ચરાડવા ગામથી આગળ નર્મદા કેનાલ પાસે ઠાકરધણી હોટલ સામે આ કામના આરોપીએ કાર રોડ ક્રોસ કરવા બાબતે ફરીયાદીને ભુડાબોલી ગાળો આપતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીએ એકદમ ઉશ્કેરાઇ જઇને ફરીયાદીને ઢીકાપાટુનો માર મારી શરીરે મુઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.






