
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ધોડી ગામે એક વુધ્ધ મહિલા મોબાઇલ ટાવર પર ચડી ગઈ હતી.જે બાબતની જાણ સ્થાનીક લોકો દ્રારા વઘઈ પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી.માહિતી મળતાની સાથે જ વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી.કે.ગઢવી સહીતની ટીમ રસ્સા તેમજ બચાવના જરૂરી સાધનો સાથે ઘોડી ગામે રવાના થઇ હતી.અહી વઘઈ પોલીસની ટીમે વૃધ્ધાને ઉતારવાનો પ્રયત્ન કરતા વૃધ્ધા કુદવાની તૈયારી કરતી હોય જેથી પોલીસની ટીમ ચિંતામાં મુકાઈ હતી.જેમા વૃદ્ધાની કોઇ પણ નજીક આવે તો કુદવાની તૈયારી કરતી હોય જેથી વઘઈ પોલીસ સ્ટેશનનાં મહીલા પોલીસ કર્મચારી તેમજ મહીલા જી.આર.ડી. સભ્યોએ સમજાવટ કરી વૃદ્ધ મહીલાને વાતોમાં રાખી તેની નજર બચાવીને ફરી ફરીને વરસતા વરસાદે ટાવરની નજીક જઈ ટાવરની પાવર સ્પ્લાયની મેઇન સ્વીય બંધ કરી દીધેલ અને ત્યારબાદ વૃદ્ધાની નજર બચાવી છુપાઈ છુપાઇને રેસ્ક્યુ અંગે રસ્સા તેમજ ઝારી ગોઠવવાની જરૂરી તૈયારીઓ કરેલ અને વધઈ પોલીસ સ્ટેશનના મહીલા પોલીસ અને જી.આર.ડી. સભ્યોએ વૃદ્ધા સાથે યુક્તિ પ્રયુકિતથી વાતચીત કરી નીચે આવી જવા જરૂરી વાતચીત કરી મહિલાને નીચે ઉતારેલ અને વૃધ્ધાને વઘઇ પોલીસ સ્ટેશન ખાતે લાવી શી ટીમ દ્રારા જરૂરી કાઉન્સેલીંગ કરી ફરી આવુ કૃત્ય ન કરવા સમજાવવામાં આવ્યા હતા.તેમજ પોલીસે તેમના સગા વ્હાલાને શોધી અને તેમને સોંપી આપી અને માનવ જીંદગી બચાવી પોલીસ દ્રારા માનવ સેવાનુ ઉમદા કામ કરવામાં આવ્યું હતુ.



