ગોધરા ખાતે કોર્ટ પરીસરમાં ”સ્વચ્છતા હી સેવા” ઝુંબેશનો પ્રારંભ કરાયો
પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
*પંચમહાલ, મંગળવાર ::* રાજ્યની વડી અદાલતના ચીફ જસ્ટીસશ્રી તથા પેટ્રોન ઈન ચીફ ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદની સુચના અનુસાર ‘સ્વચ્છતા હી સેવા’ કેમ્પેઈન અંતર્ગત પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ પંચમહાલ ગોધરાના અધ્યક્ષ શ્રી સી.કે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લાના ગોધરા મથકની અદાલતો તથા તાલુકાકક્ષાની કોર્ટોમાં સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ સ્વચ્છતા ઝુંબેશ અન્વયે ગોધરા ખાતે આવેલ કોર્ટ પરીસરમાં ન્યાયાધીશ સર્વશ્રી, બાર મંડળના વકીલો, સરકારી વકીલો, લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલના હોદ્દેદારો, પક્ષકારો તથા કોર્ટના કર્મચારીઓની હાજરીમાં સ્વચ્છતાના મહત્વથી જનસામાન્યને જાગૃત કરવાના ઉદ્દેશ્યથી સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશશ્રી, ગોધરા મથકના ન્યાયાધીશ સર્વશ્રી દ્વારા સ્વચ્છતાના મહત્વથી કોર્ટમાં આવતા તમામ પક્ષકારોને માહીતગાર કરવામાં આવ્યા હતા અને દરેકને સ્વચ્છતાના માપદંડોને અનુસરવાનું જણાવી, એકસાથે સ્વચ્છતાનો સંકલ્પ લેવડાવી સ્વભાવ સ્વચ્છતા , સંસ્કાર સ્વચ્છતા સૂત્ર હેઠળ સ્વચ્છતા હી સેવા અભીયાનની શરૂઆત કરાવવામાં આવી હતી.
આ ઉપરાંત ચાઈલ્ડ ઓબર્ઝવેશન હોમ – ગોધરા તથા ગોવિંદી પ્રાથમિક સ્કુલ – ગોધરા ખાતે બાળકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા અને પ્રોત્સાહીત કરવાના હેતુથી ‘સ્વચ્છતા હી સેવા’ અભીયાન અંતર્ગત બાળકો માટેની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.