GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ લાભાર્થીને ટ્રાઈસિકલ વિતરણ

 

MORBI:મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા દિવ્યાંગ લાભાર્થીને ટ્રાઈસિકલ વિતરણ

 

 

મોરબી: મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી દ્વારા સેવા અને માનવતાના ઉત્તમ ભાવને આગળ વધારતા આજે એક વિશેષ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના એક દિવ્યાંગ લાભાર્થીને તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ટ્રાઈસિકલ (ત્રિપલ સાયકલ) વિતરણ કરવામાં આવ્યું.

આ ટ્રાઈસિકલ મળવાથી દિવ્યાંગ લાભાર્થીને રોજિંદી જિંદગીમાં ગમેતેમ આવાગમન કરવા, આત્મનિર્ભર બનવા તથા સમાજમાં આત્મવિશ્વાસ સાથે જીવન જીવવામાં મદદ મળશે. મુસ્કાન વેલફેર સોસાયટી વર્ષોથી સમાજના વંચિત, નિરાધાર, દિવ્યાંગ અને જરૂરિયાતમંદ વર્ગોને સહાયતા પૂરી પાડવામાં સતત કાર્યરત રહી છે.

મુસ્કાન વેલફેર સોસાયટી તરફથી જણાવવામાં આવ્યું કે, આવનારા સમયમાં વધુને વધુ લોકો સુધી મદદ પહોંચાડવાનું સંકલ્પ સતત રહેશે.મુસ્કાન વેલફેર સોસાયટી, મોરબી“સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના સિદ્ધાંત સાથે કાર્યરત

Back to top button
error: Content is protected !!