MORBI:મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી બાબતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બેઠક યોજી

MORBI:મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી બાબતે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બેઠક યોજી
મોરબી જિલ્લામાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણી અંતર્ગત ૧૫ નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાનાર છે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે સંબંધિત વિભાગો સાથે કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેએ બેઠક યોજી હતી.
આ બેઠકમાં બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતી અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમોમાં આદિવાસી સમુદાયના લોકોને બહોળી સંખ્યામાં સહભાગી બનાવવા કલેક્ટરશ્રીએ સંબંધિતોને સૂચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી ઉમંગ પટેલ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વિરલ દલવાડી, મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવીણસિંહ જેતાવત, વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી વિપુલ સાકરીયા, મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરશ્રી કુલદીપસિંહ વાળા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષચંદ્ર ભટ્ટ તથા સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.










